તંત્રને નવરાત્રી ફળશે
નવરાત્રી માટે ૭ પૈકી ૪ મેદાન ભાડે અપાયાઃ ૩પ લાખની આવક
રેસકોર્ષના બે, નાનામવા સર્કલ અને સાધુ વાસવાણી રોડ વિસ્તારના ગ્રાઉન્ડ માટે ૬ાા થી ૧૧ લાખની કમાણી
રાજકોટ, તા., ૫: દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં કોર્પોરેશન હસ્તકના ૭ જેટલા મેદાન ભાડે આપવા ટેન્ડરો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં ૪ ગ્રાઉન્ડ માટે અરજીઓ આવી છે. તંત્રને ૩પ લાખની આવક થશે.
આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા રેસકોર્ષમાં આવેલા બે મેદાન, સાધુ વાસવાણી રોડ, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ બાજુનો પ્લોટ, મોરબી રોડ પર મધુવન પાર્કમાં ર પ્લોટ સહિત કુલ ૭ મેદાનો ભાડે આપવા ઓફરો મંગાવવામાં આવી હતી. જેમાં ૪ વિવિધ સંસ્થાઓએ રસ દાખવ્યો છે. ઉપરોકત મેદાન માટે અપસેટ કિંમત રૂ. ૬ પ્રતિદિન નક્કી કરાઇ હતી. જેમાં રેસકોર્ષના ૧૧૪૩૦ ચો.મી. અને ૧૧૪રપ ચો.મી.ના રૂ. રર લાખ તથા નાના મવા ચોકના ૯૪૩૮ ચો.મી. તથા સાધુ વાસવાણી રોડના પ૩૮૮ ચો.મી.ના રૂ. ૧૩ લાખ ભાવ આવ્યા છે. આમ તંત્રને કુલ રૂ. ૩પ લાખની આકવ થશે. (૪.૧૨)