રાજકોટ
News of Friday, 5th October 2018

ડાયાબીટીક બાળકો જમ્યા, રમ્યાને હળવાફુલ થયા

જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશન યોજીત મેળાવડો સફળઃ સોૈરાષ્ટ્રભરમાંથી ૧૧૦૦ બાળકો-વાલીઓની ઉપસ્થિતી

રાજકોટ : ટાઇપ-૧ ડાયાબીટીસથી પીડાતા સમગ્ર સોૈરાષ્ટ્ર તથા રાજકોટના ૧૧૦૦ જેટલા ડાયાબીટીક બાળકો માટે સંજીવની સમાન સંસ્થા જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા ટ્રસ્ટી અપુલ દોશીના માર્ગદર્શન હેઠળ ડાયાબીટીક બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહેતેવી પીકનીકનું આયોજન કરવામાં આવેલ. જેમાં સમગ્ર સોૈરાષ્ટ્ર તથા રાજકોટના મળી કુલ ૫૦૦ જેટલા બાળકો તથા તેમના માતા પિતાએ ભાગ લીધો હતો. ડાયાબીટીક બાળકના મંત્રમુગ્ધ કરી દે તેવા અભિનય સાથે ગણેશ વંદનાથી પીકનીકની શરૂઆત થઇ અને તે પ્રવાહ છેક બપોર સુધી અવીરત ચાલ્યો. વચ્ચે-વચ્ચે ડાયાબીટીક એવજયુકેટર અને ગેમ જોકી દ્વારા રમતો રમતા-રમતા ડાયાબીટીસની સમજણ, ખોરાક અંગેની સમજણ અને ઇન્સ્યુલીન ટેકનીકલ સમજાવી બાળકોને હળવાફુલ કરી દેવાયા હતા. બપોરે ંલંચ વિરામ બાદ ફરીથી પ્રશ્નોતરી દ્વારા બાળકોને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ જેડીએફ ટ્રસ્ટીઓ અને એજયુકેટરો દ્વારા આપવામાં આવ્યા હતા. ડાયાબીટીક બાળકોએ ધમાકેદાર પરફોર્મન્સ દ્વારા એ વાત સિદ્ધ કરી બતાવી કે અમે રોગી નથી ઉપસ્થિત તમામ પ્રતિષ્ઠિત મહાનુભાવોએ બાળકોના કોૈશલ્યને બિરદાવ્યું હતું. બે ટાઇમ નાસ્તો, બપોરે લંચ અને સમયાંતરે સફરજન જેવા ફ્રુટ દ્વારા બાળકોને તકલીફ ન પડેે તેનું ખાસ ધ્યાન રખાયું હતું. છેલ્લે બાળકો સહિત વાલીગણે રાસ ગરબાનો આનંદ લુટયો હતો. અંતે સંસ્થાના ટ્રસ્ટી અપુલ દોશી દ્વારા '' વ્યસન મુકિત''ના શપથ લેવડાવી કાર્યક્રમને પુર્ણ જાહેર કર્યો હતો.(૧.૧૯)

(4:00 pm IST)