રાજકોટ
News of Thursday, 5th August 2021

રાજકોટમાં 85 ટકાએ પ્રથમ અને 34 ટકાએ બીજો ડોઝ લીધો : 5.58 લાખ લોકો બીજા ડોઝ માટે લાઈન લગાવશે

પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી કોઈ સમસ્યા થવાની શક્યતા નથી.

રાજકોટ : શહેરની 10 લાખની વસ્તી સામે પ્રથમ ડોઝ લેનારનો આંકડો ખૂબ મોટો 85.08% પર પહોંચ્યો છે. તો બીજા ડોઝ લેનારાનો આંકડો ક્રમશ: વધી રહ્યો છે

રાજકોટ શહેરમાં વેકસીનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અને સત્તાવાર આંકડાઓ મુજબ, હાલ સુધીમાં 85.08% એટલે 8.50 લાખ લોકોએ લોકોને પ્રથમ ડોઝ અને 34.45% એટલે 3.50 લાખ લોકોએ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. હાલ રોજ અંદાજે 10થી 12 હજાર વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે. જો કે આ આંકડાઓ મુજબ ટૂંક સમયમાં બીજા ડોઝ માટે 5.58 લાખ લોકો લાઈન લગાવે તેવી પૂરતી સંભાવના છે. જેની સામે વારંવાર વેકસીનની અછત સર્જાવાની ઘટનાઓ સામે આવતી હોય બીજા ડોઝ માટે બાકી લોકોને સમયસર વેકસીન આપવાનું કામ પડકારભર્યું છે. જો કે મ્યુ. કમિશ્નરે કહ્યું હતું કે, પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી કોઈ સમસ્યા થવાની શક્યતા નથી.

મ્યુ. કમિશ્નર અમિત અરોરાનાં જણાવ્યા મુજબ, હાલ શહેરી વિસ્તારનાં તમામ વોર્ડમાં રસીકરણ પૂરજોશથી ચાલી રહ્યું છે. અને શહેરની 10 લાખની વસ્તી સામે પ્રથમ ડોઝ લેનારનો આંકડો ખૂબ મોટો 85.08% પર પહોંચ્યો છે. તો બીજા ડોઝ લેનારાનો આંકડો ક્રમશ: વધી રહ્યો છે. અત્યાર સુધી 34.45% લોકોએ પ્રથમ અને બીજા ડોઝ લીધો છે. હાલ મહાનગરપાલિકા પાસે વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. અને જુદી-જુદી 32 સાઈટ ઉપર રોજ 10 હજાર જેટલા લોકોને રસી આપવામાં આવી રહી છે.

(10:31 pm IST)