રાજકોટ
News of Friday, 5th July 2019

મુંબઇના સુખરામ બિસ્નોઇ પર શાપર ઇમ્પેકસ કંપનીની ઓફિસમાં હુમલો

પોતાના શેઠનો ફોન ચિરાગ પટેલ રિસિવ કરતો ન હોઇ પોતે રૂબરૂ વાત કરવા આવતાં હુમલો થયાનું કથનઃ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૫: મુંબઇના એક યુવાન પર શાપર વેરાવળમાં પટેલ શખ્સોએ હુમલો કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મુંબઇ દૂર્ગાદેવી રોડ પર રહેતો સુખરામ પ્રેમારામ બિસ્નોઇ (ઉ.૩૦) ગઇકાલે બપોરે શાપર વેરાવળમાં ઇમ્પેકસ કંપની ખાતે હતો ત્યારે ચિરાગભાઇ પટેલ, સાવંત, કલ્પેશ અને વિપુલે ઢીકા-પાટુનો અને પટ્ટાથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. સુખરામના કહેવા મુજબ પોતાના શેઠ રમેશભાઇ શાપરના ચિરાગભાઇ સાથે સ્ક્રેપનો ધંધો કરતાં હતાં. તેને ચિરાગભાઇનું કામ હોઇ તેને ફોન જોડતાં તે ફોન રિસિવ કરતો ન હોઇ પોતે રૂબરૂ વાત કરવા માટે શાપર આવ્યો હતો અને ફોન શા માટે નથી ઉપાડતાં? તેમ પુછતાં ચિરાગભાઇ સહિતનાએ ઉશ્કેરાઇ જઇ તું અહિ આવ્યો જ શું કામ? તેમ કહી હુમલો કર્યો હતો.

(11:44 am IST)