રાજકોટ
News of Thursday, 5th July 2018

થોડી કાળજીથીચોમાસામાં તબીયત સ્વસ્થ

ચોમાસુ એટલે કવિઓની સીઝન, વરસાદના ગુણગાનની સીઝન તથા યુવાનો માટે રોમેન્ટિક સીઝન, આ ખેડુતોની પણ સીઝન કહેવાય. સારો વરસાદ , સારો પાક અને સારૂ વર્ષ. ખેડુત સમૃધ્ધ તો આપણો દેશ સમૃધ્ધ. પરંતુ આ સીઝનની શરૂઆત થતાં જ ઘણા બધા રોગો માથુ ઉચકે છે. દરેક ડોકટર અને દર્દીઓને એ અનુભવ હોય છે કે આ સીઝનમાં દવાખાનાઓમાં ખુબ જ ભીડ થતી હોય છે.  વરસાદની સીઝનમાં બીમાર થવાની શકયતા કેમ વધારે હોય છે. તે વિષયે વિચાર કરીએ.

સૌપ્રથમ તો વરસાદને કારણે વાતાવરણમાં ખૂબ જ ઓછો ભેજ થઇ જતો હોય છે. જેમા વાઇરસ, બેકટેરીયા, ફંગસ જેવા સુક્ષ્મજીવો  ખૂબ જ વૃધ્ધિ પામતા હોય છે. આ સુક્ષ્મજીવાણુઓ શ્વાસ દ્વારા શરીરમાં જાય છે. સૌ પ્રથમ  તો તે નાક, સાયનસ, ગળુ, કાકડા, વિગેરેમાં જતા હોય છે અને ત્યા વૃધ્ધિ પામતા હોય છે. અને  શરદી, ઉધરસ, અને કાકડામાં સોજો વિગેરે કરતા હોય છે. આ સુક્ષ્માણુઓ ફેફસામાં જાય તો ન્યુમોનીયા અથવા ભારે કફ ઉત્પન કરતા હોય છે.  અસ્થમા , શ્વાસ, ભરણી, તથા એલર્જીના દર્દીઓ આ સીઝનમાં બહુ જ વધારે જોવા મળે છે. આ રોગો અુબ જ મારતા હોય છે. વાતાવરણમાં રહેલ ધુળ , ધુમાડો, ખાસ કરીને પ્રદુષણ  આ રોગોમાંં વધારે કરે છે.

પરસેવાના કારણે તથા ભેજવાળા વાતાવરણમાં રહેલા જંતુઓના કારણે ચામડીના રોગોમાં વધારો જોવા મળે છે. પાણીજન્ય રોગો જેમ કે કમળો , ટાઇફોડ, ઝાડા, ઉલટી, મરડો, કૃમિ રોગો વિગેરે વધારે જોવા મળે છે. તો પાણીની શુધ્ધતાનુ ખુબ જ ધ્યાન રાખવુ પડે છે. કારણ કે વરસાદના પાણી ડહોળાઇ જાય છે. તથા નળની સાથે ગટરનુ પાણી કયારેક મીકસ થઇ જતુ હોય છે. આ સીઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાથી મેલેરીયા ડેન્ગ્યુ ચિકનગુનિયા વિગેરે રોગો થતા હોય છે. તથા મચ્છરોની વૃધ્ધિ, ખુલ્લા પાણી તથા ગંદકીમાં વધારે થતા હોય છે. વાસી ખોરાકમાં તથા ખુલ્લા ખોરાકમાં વાઇરસ બેકટેરીયા ફંગસ વિગેરે લાગી જતા હોય છે. તથા દુષિત ખોરાકથી ટાઇફોઇડ , કમળો, મરડો, ઝાડા-ઉલ્ટી, અપચો વિગેરે થતા હોય છે.

ચોમાસામાં થતા રોગોના મુખ્ય લક્ષણો :- ઉપર મુજબના લક્ષણો દેખાય તો તુરત નજીકના ડોકટરનો સંપર્ક કરવો, તપાસ કરાવવી અને સારવાર કરાવવી

રોગ મુકત થાના ઉપાયો :-  ચોમાસાની સીઝનમાં રોગ થવાની શકયતા ખૂબ જ ઓછી હોય છે. થોડી ખાણી પીણી તથા વ્યકિતગત  ચોખ્ખાઇ અને પાણીની શુધ્ધતા પર આપવામાં આવે તો ઘણા રોગોથી બચી શકાય . સૌ પહેલા તો ઘરમા કે રૂમમાં ચોખ્ખી હવા મળતી રહે તે માટે બારી બારણા ખુલ્લા રાખવા જોઇએ. ઘરમા તડકો આવે તો તે બાબતનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ બંધ રૂમમાં ભજ વધી જતો હોય છે. અને જંતુઓના ઉપદ્રવ ખુબ વધી જતો હોય છે. આ સીઝનમાં તાવ, શરદી, કફ વિગેરે થી રક્ષણ માટે સવારે ઉઠીને ગરમ પાણીના કોગળા કરવા જોઇએ તથા હળદરવાળુ દુધ કે ગરમ પ્રવાહી લેવુ જોઇએ તથા  ગરમ નાશ લેવો જોઇએ. જેથી ભેજવાળી તથા દુષિત હવા સાફ થઇ જાય . જેથી શરદી ઉધરસ ભરણી શ્વાસ વિગેરે રોગ ન થાય.

ખોરાકમાં પણ વાસી ખોરાક ફળ સલાડ વિગેરે ઉપર પણ વાતાવરણના બેકટેરીયા, વાઇરસ લાગતા હોય છે. જેને દુર કરવા કઠોળ શાકભાજી વિગેરેને બરાબર વહેતા પાણીમાં ધોવાનો તથા ગરમ થયેલો તાજો ખોરાક જ લેવાનો આગ્રહ રાખવો. જેથી પિત, અપચો, ઈન્ફેકશનથી બચી શકાય. પાણીજન્ય રોગોથી બચવા પાણી ઉકાળીને ઠંડુ થાય તે પછી પીવાનો આગ્રહ રાખવો અથવા આર.ઓ. ફિલ્ટર અથવા યુ.વી. ફિલ્ટરનુ નું જ પાણી પીવુ જોઇએ બહારનો બરફ તથા પાણીના પાઉચનો ઉપયોગ બને ત્યા સુધી ન કરવો. ખુલ્લામાં રેકડીમાં મળતા શેરડીના રસ, શરબત સોડા વિગેરેનું સેવન ન કરવું. કારણકે તેમાં ઉપયોગ માં લીધેલ કલકર ફ્રુટ શેરડી વિગેરે બરાબર ધોયેલી ન હોય અને મશીન બરાબર સાફ ન હોય , ગ્લાસ કે વાસણો બરાબર સાફ ન હોય તો ઝાડા - ઉલ્ટી, મરડો, કૃમિ વિગેરે થતા હોય છે. તો તેનાથી બચી શકાય .

ચોમાસામાં વાતાવરણમાં જંતુઓ અને પરસેવાના કારણે ચામડીના રોગો, એલર્જી ગુમડા , ખસ, વિગેર થવાની શકયતા હોય છે. જે વ્યકિતગત સ્વચ્છતાથી રોકી શકાય. જેમ કે ન્હાતી વખતે પાણી ઉકાળીને વાપરવુ જેમા બને તો એક ઢાંકણુ ડેટોલ કે સેવલોન નાખવુ. બને તો દિવસમાં બે વાર સ્નાન કરવું તથા વારંવાર સ્પોંજીંગ કરવું તથા સહેજ પણ ચામડીમાં ચેપ કે ગુમડા દેખાય તોત રત જ જંતુનાશાક દવા લગાડવી તથા નજીકના ડોકટરને બતાવવુ

મચ્છરથી થતા રોગો જેમ કે મેલેરીયા , ડેન્ગ્યુ, ચિકનગુનીયા વિગેરે થતા  હોય છે. કારણ કે મચ્છરોનો ઉપદ્રવ આ સીઝનમાં વધારે જોવા મળતો હોય છે. જેથી એ રોગો ન થાય એ માટે કોશિષ  કરવી જોઇએ. ઘરમાં પાણી ભરેલ વાસણ ટાંકો વિગેરેને સરખી રીતે ઢાંકીને રાખવા  ઠંડુ પાણી જમા થયેલુ ન રહે તેનું ધ્યાન રાખવુ જેમ કે કુંડામાં , ખાબોચીયામાં, ટાયરમાં કે નકામી વસ્તુઓમાં ઘરમાં અને આજુબાજુમાં કિચડ કે ગંદકી ન થાય એનુ ધ્યાન રાખવુ. વ્યકિતગત રક્ષણ માટે મચ્છરદાની નો ઉપયોગ કરવો  . આખી બાયના કપડા પહેરવા , મેટ અથવા મચ્છર અગરબત્તીનો  અથવા લીકવીડ (પ્રવાહી) નો ઉપયોગ કરવો. પાણી ભરેલ જ્ગ્યામાં  જરૂશ્ર પડે તો ગપ્પી માછલીનો ઉપયોગ કરવો . મચ્છરનો ઉપદ્રવ જણાય તો  તરત જ જંતુનાશક દવાનો  છટકાવ કરાવવો.  મેલેરીયા કે ડેન્ગ્યુ જેવા રોગની ખબર પડે  કે તરત જ કોર્પોરેશનને જાણ કરવી. આમ, ચોમાસામાં થતાં રોગોથી બચવા અસરકારક ઉપાય કરવા જરૂરી બને છે.

ડો. મેહુલ એમ. મિત્રા

એમ.ડી.(પેડ) યુનિ.પ્રથમ

નવજાત શીશુ, બાળરોગ નિષ્ણાંત   અને ઈન્ટેન્સીવીસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ

(5:15 pm IST)