રાજકોટ
News of Thursday, 5th July 2018

પુજા હોબી સેન્ટરના ડાન્સીંગ તથા સ્કેટીંગમાં નેશનલ વિજેતા બાળકોનું સન્માન

રાજકોટ : તાજેતરમાં અમદાવાદ-પુના અને ઔરંગાબાદ ખાતે નેશનલ લેવલની સ્કેટીંગ તથા ડાન્સની કોમ્પીટીશન ઔરંગાબાદ ખાતે યોજાઇ હતી. ર૩ મી ઓલ ઇન્ડીયા રોલર રીલે સ્કેટીંગ ચેમ્પીયશીપ-ર૦૧૮ માં આર્ટીસ્ટીક સ્કેટીંગમાં ઓવરઓલ  ચેમ્પીયન ટ્રોફી, સ્પીડમાં ૪-ગોલ્ડ, ૩-સીલ્વર, ૩-બ્રોન્ઝ, રીલે રેસમાં ૬-ગોલ્ડ, પ-સીલ્વર, ૬-બ્રોન્ઝ, સ્કેટલોન  કોમ્પીટીશનમાં ર-ગોલ્ડ, પ-સીલ્વર, ૧-બ્રોન્ઝ, આર્ટીસ્ટીક સ્કેટીંગમાં ૧-ગોલ્ડ, ૧-સીલ્વર, ૧-બ્રોન્ઝ બાળકોએ મેડલ મેળવ્યા છે. આ કોમ્પીટીશનમાં રાજસ્થાન-ગોવા-કર્ણાટક, મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશ-હરીયાણા-ગુજરાત-પંજાબ, તામીલનાડુ તથા આંધ્ર પ્રદેશના ૭પ૦થી વધારે બાળકો પાર્ટીસીપેટ થયા હતાં. અમદાવદા ખાતે યોજાયેલી પ મી ઓલ ઇન્ડીયા ડાન્સ કોમ્પીટીશન-ર૦૧૮ માં પણ ૧૪ રાજયોના પ૦૦ થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. પુજા હોબી સેન્ટરના ર૭ બાળકોએ સોલો-ડયુએટ તથા ગ્રુપ ડાન્સમાં પાર્ટીસીપેટ થયા હતાં. જેમાં ધ્વનીલ કાગડા,  ફોક ડાન્સ - પ્રથમ નંબર, નમ્ર ઢાંઢા, ફ્રી સ્ટાઇલ સેકન્ડ નંબર, હિમેશ ચૌધરી, ખ્વાબ અંતાણી-લીરીકસ અને ફિલ્મી -ત્રીજો નંબર, પ્રીશા અઢીયા, પ્રિયાંશી દક્ષિણી અને તનવીર શેખ-ફોક ડાન્સમાં ચોથો નંબર મેળવેલ હતો,  શૌર્ય ભાવસાર-ફ્રી સ્ટાઇલ, ચોથો નંબર ત્થા સ્વરા ઉકાણી કન્ટેમ્પરરી ચોથો નંબર મેળવેલ છે. નમન પંડ્યા અને ખુશ ઠક્કર-ડયુએટમાં ફ્રી સ્ટાઇલ-પ્રથમ નંબર, વંદે માતરમ ગૃપ ડાન્સ માઇનોર માં શૈર્ય, ખ્વાબ, સ્વરા,નિર્વેદ, ફેલીક,યુવરાજ, માહી,દ્વિતી, રીતીશા, કેહકશા, ધ્વનીલ,કુશ પ્રથમ નંબર તથા સીનીયર કેટેગરી વંદે માતરમ ગૃપ ડાન્સમાં સીમનર, કશ્યપ, ખુશ, નમન, જીગર, મીત,કેવીન, હિમેશ, પ્રિયાંશી,  પ્રીશા, નિસર્ગ, ક્રિષ્ના, તનવીર બીજો નંબર મેળવેલ હતો.સ્કેટીંગ પર વંદેમાતરમ જોઇને જજીસ તથા ઓર્ગેનાઇઝર ઝૂમી ઉઠયા હતા. આગામી ઇન્ટરનેશનલ ઇન્ડોનેશીયાના બાલી ખાતે રમવા જશે. પુના ખાતે યોજાયેલી નેશનલ હાર્મની-૨૦૧૮માં ૮૫૦૦ થી વધારેબાળકોએ ભાગ લીધો હતો.પુજા હોબી સેન્ટરના દર્શિલ ગાંધી-કશ્યપ તંતી-ખુશ ઠક્કર-નમન પંડ્યા-કેવીન સિધ્ધપુરા-યશ શાહ-મીત ગાંધી-તનવીર શેખ-નીસર્ગ કાગડા-શૈર્ય ભાવસાર-હિમેશ ચૌધરી-ખ્વાબ અંતાણી-નિર્વેદ બાવીસી-યુવરાજ કુંદનાની-આદીત્ય પટેલ-ફેલીકસ બાસીડા-કીયાન બાસીડા-સીમરન તંતી-ડૈઝી વીરડીયા-ખુશી ઉનડકટ-સ્વરા ઉકાણી-રીતીશા વ્યાસ-હર્મન વીરડીયા-પ્રેમ ગાંધી જે ૪ થી ૧૮ વર્ષ સુધીના ૨૪ બાળકોએ સ્કેટ પર વંદેમાતરમ રજૂ કરી ઇન્ડીયામાં પહેલો નંબર પ્રાપ્ત કરેલ છે. આગામી ઇન્ટરનેશનલ દુબઇમાં યોજાયેલી છે. જેમાં આ બાળકો સિલેકટ થયાં છે. આ ઉપરાંત ફોક ડાન્સમાં તનવીર શેખ બીજો નંબર-મોર્ડન જીમ્નાસ્ટીકમાં ખુશી ઉનડકટ, ચેરમેન એવોર્ડ તથા ફિલ્મી સ્ટાઇલમાં ખ્વાબ અંતાણી ચેરમેન એવોર્ડ પ્રાપ્ત કરેલ હતો. આ  ઉપરાંત હિમેશ ચૌધરી-શૌર્ય ભાવસાર-યશ શાહ-નિર્વેદ બાવીસી-નમન પંડ્યા-ખુશ ઠક્કર-દર્શિલ ગાંધીએ મોર્ડન-ફિલ્મી-હિપહોપ-લીરીકલ-ફોક-રોબોટીક-જીમ્નાસ્ટીક ડાન્સ વિવિધ કેટેગરીમાં પોતાનું પરર્ફોમન્સ રજૂ કર્યુ હતું. આ તમામ બાળકો ટોપ-૧૦માં સામેલ થયા હતા. ડયુએટ ડાન્સમાં ખુશ ઠક્કર અને નમન પંડ્યાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ટોપ-૧૦માં સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.    પુજા હોબી સેન્ટરના બાળકોએ સ્કેટીંગ પર વંદેમાતરમ, રજૂ કરી તમામ  કેટેગરીમાં પ્રથમ નંબર મેળવેલ હતો. આ ઉપરાંત  ફોક ડાન્સમાં તનવીર શેખ બીજો નંબર તથા ખ્વાબ અંતાણી ફ્રી સ્ટાઇલમાં ચેરમેન એવોર્ડ, ખુશી ઉનડકટ જીમ્નાસ્ટીક  અને લીરીકલમાં ચેરમેન એવોર્ડ મેળવેલ હતો. આ તમામ બાળકોની પ્રતિભાને રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી  મેયર અશ્વિનભાઇ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન જયેશભાઇ ઉપાધ્યાય, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક શ્રી મકવાણા દ્વારા મેડલ પહેરાવી તથા ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં. ડાન્સીંગમાં આ બાળકોને ટ્રેનીંગ અવેશસર, પાર્થસર, શીવાસર, હાર્દિકસર, અલીસર આપી રહ્યા છે તથા સ્કેટીંગમાં ડો. પુજા રાઠોડ, દીપુદીદી તથા સંચાલીકા શ્રીમતી પુષ્પાબેન રાઠોડ ટ્રેનીંગ આપી રહ્યા છે. આગામી ટંૂક સમયમાં જ તમામ બાળકોને હેમુ ગઢવી હોલમાં રાજકોટના મહાનુભાવોના હસ્તે ટ્રોફી તથા મેડલ આપવામાં આવશે. જવાહરભાઇ ચાવડા,   મૌલેશભાઇ ઉકાણી, હિમાંશુભાઇ રાણા, સુરેશભાઇ ત્રિવેદી, ઉમેશભાઇ શેઠ, વિજયભાઇ કારીયા, અશોકભાઇ ગાંધી, રાજેશભાઇ ગાંધી, રમાબેન હેરભા, રત્નાબેન સેજપાલ, ડો. પુજા રાઠોડ, દીપુદીદી તથા સંચાલિકા શ્રીમતી પુષ્પાબેન રાઠોડે શુભેચ્છા પાઠવી હતી.

(4:58 pm IST)