રાજકોટ
News of Thursday, 5th July 2018

સામાકાંઠાની સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુન્હામાં ફરાર જીગો પકડાયો

કોળી શખ્સ અગાઉ ત્રણ બાઇક ચોરી અને દારૂના કેસમાં પકડાઇ ચુકયો છે

રાજકોટ તા.૫: સામાકાંઠા વિસ્તારની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુન્હામાં સામેલ કોળી શખ્સને બીડિવીઝન પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ સામાકાંઠા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને મોરબી રોડ સંગીતા પાર્કનો કોળી શખ્સ ગત તા. ૧૧/ર ના રોજ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ બી ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

દરમ્યાન ગઇકાલે પીઆઇ પીએસઆઇ જેવાલીયા ઠાકર, તથા રાઇટર જગેન્દ્રસિંહ સહિતે મોરબી રોડ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી શેરીનં. ૨માં રહેતો જીજ્ઞેશ ઉર્ફે જીગો જેરામભાઇ સાકરીયા (ઉ.વ.૨૬) ને પકડી લીધો છે. કોળી શખ્સ અગાઉ ત્રણ બાઇક ચોરી અને દારુના ગુન્હામાં પકડાઇ ચુકયો છે.

(4:56 pm IST)