રાજકોટ
News of Tuesday, 5th June 2018

જિલ્લા ગાર્ડન ચોક પાસેથી ચોરાઉ એક્ટિવા સાથે સહુલ ઝડપાયો :ત્રણ દિવસ પહેલા ગ્રીનલેન્ડ ચોકડીએથી ચોરી કર્યાની કબૂલાત

 

રાજકોટ ;શહેરના જિલ્લા ગાર્ડન ચોક પાસે પોલીસ વાહન ચેકીંગ વેળાએ એક શંકાસ્પદ એક્ટીવા ચાલકને અટકાવી કાગળો માંગતા રજૂ અહીં કરતા અને વધુ પૂછપરછમાં ત્રણેક દિવસ પહેલા ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ચોરી કર્યાની કબૂલાત આપતા ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવહી હાથ ધરી છે

 ઝડપાયેલ સાહુલ ઇસ્માઇલભાઈ શેખ (,,190રહે,નવાગામ મામા વાડી ક્વાર્ટર રંગીલા સોસાયટી તરફ જવાના માર્ગે )પાસેથી એક્ટિવા ,જીજે 03 ઇએમ 782 જપ્ત કર્યું છે કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેકટર વી,વી,ઓડેદરા ,પીએસઆઇ જે,એમ ભટ્ટ એએસઆઇ એસ,એન,જાડેજા ,પો.કોન્સેટબલ ભરતસિંહ ગોહિલ પો.હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વસવેલીયા પો.કોન્સ,ક્રિપાલસિંહ ઝાલા,પો.કોન્સ,જગદીશભાઈ વાંક,પો.કોન્સ,હાર્દિકસિંહ પરમાર ,પો.કોન્સ શૈલેષભાઇ ખીહડીયા અને પો.કોન્સ,કરણભાઇ વિરસોડીયા જોડાયા હતા

(12:21 am IST)