રાજકોટ
News of Tuesday, 5th June 2018

સૌરાષ્ટ્ર કલાકેન્દ્રમાંથી ત્રણ ભૂતિયા નળ કનેકશન ઝડપાયાઃ કરવત ફેરવાય

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનની પાણી ચેકીંગ ટીમ દ્વારા આજે શહેરના વોર્ડ નં.૧૦ના સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સહિતના વિસ્તારમાંં પાણીચોરી અટકાવવા ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેચીંગ દરમ્યાન સૌરાષ્ટ્ર કેન્દ્ર શેરીનં.ર માંથી ૩ મકાનમાંથી અર્ધાથી એક ઇંચના ૪ ભૂતિયા નળ કનેકશન જોવા મળ્યા હતા આ તમામ ભૂતિયા નળકનેકશન કપાત કરવામાં આવ્યા હતા. તેમ  તંત્રની સતાવાર યાદીમાં જણાવાયું છે ઉપરોકત  તસ્વીરમાં ભૂતિયા નળ કનેકશન કપાત કરવામાં આવ્યા તે નજરે પડે છે.(૬.૨૩)

(3:43 pm IST)