રાજકોટ
News of Tuesday, 5th June 2018

નવતર આંદોલન

કોંગી કોર્પોરેટરોએ કાળા ચશ્મા પહેરી ઇજનેરોનો વિરોધ કર્યો

વોર્ડ નં. ૩ માં રસ્તા-પાણી-બાગ-બગીચા સહીતનાં સેંકડો વિકાસકામોઃ ઇજનેરોએ ટલ્લે ચડાવ્યાનો આક્ષેપઃ અતુલ રાજાણી, દિલીપ આસવાણી, ગીતાબેન પુરબીયા દ્વારા કમિશ્નરને ઉગ્ર રજુઆત

કાળા ચશ્માં દ્વારા નવતર વિરોધઃ કોંગી કોર્પોરેટરોએ અને કોર્પોરેશન કચેરીમાં ઉંધા કાળા ચશ્મા પહેરી શાસકોની નીતી સામે વિરોધ દર્શાવ્યો હતો. તે વખતની તસ્વીરમાં વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, અતુલ રાજાણી, નીતાબેન પુરબીયા, દિલીપ આસવાણી, પ્રભાતભાઇ ડાંગર વગેરે દર્શાય છે. તસ્વીરઃ સંદીપ બગથરીયા

રાજકોટ તા.૫: શહેરમાં વોર્ડ નં. ૩માં રસ્તા-પાણી-બાગ-બગીચા સહિતના સેંકડો વિકાસ કામોને ઇજનેરોએ ટલ્લે ચડાવ્યાના આક્ષેપ સાથે કોંગ્રેસ કોર્પોરેટરો અતુલ રાજાણી, દિલીપ આસવાણી, ગીતાબેન પુરબિયાએ આજે મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલઝોન કચેરીમાં ''કાળા ચરખા પહેરીને ઇજનેરોની નીતિ રીતીનો ઉગ્ર વિરોધ કરી આવા ઇજનેરોની બદલી કરવા તેમજ વોર્ડનં. ૩ના પેન્ડીંગ વિકાસ કામો હાથ ધરવાં મ્યુ. કમિશ્નર સમક્ષ ઉગ્ર રજુઆતો કરી હતી. અને ધરણા કરી રામધુન બોલાવવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો.

કોંગી કોર્પોરેટરોએ આવેદનપત્રમાં રજુઆત કરી છે કે શહેરના વોર્ડ નં. ૩માં રસ્તા, ગટર, પાણી સહિતના પાયાના વ્યાજબી પ્રશ્નો અંગે લેખીત મોૈખિક ટેલીફોનીક અવારનવાર રજુઆત કરવા છતાં વ્યાજબી અને મનપા દ્વારા સત્વરે જે પ્રશ્નોનું નિરાકરણ થવું જોઇએ તેને નજર અંદાજ કરવામાં આવે છે જેમાં આ વિસ્તારના તુટેલા રસ્તા પોપટપરા મેઇન રોડ, રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ રેલનગર સાંઇબાબા સોસાયટી વાળો રસ્તો અન્ડરબ્રિજ પાસેનો રસ્તો સંતોષીનગર તરફના સાંકળા શેરીના રસ્તા, પરસાણાનગર, ભીડભંજન ડુપ્લેક્ષ કોલસાવાડી અને જંકશન પ્લોટ સહિતના વિસ્તારોના રસ્તાઓ ગામડાઓ કરતા પણ બદતર હાલતમાં છે આ અંગે તાત્કાલીક ચોમાસા પહેલા પેવર કામ કરી નવા રસ્તા આ વિસ્તારોમાં કરવા જરૂરી છે.

લાઇન લીકેજ અને પાણીના ધાંધીયા

અવધપાર્ક, રેલનગર પાસે આવેલ તમામ સોસાયટીઓ જયા નાની લાઇન અંગે ગોકળગાયની ગતિએ કામ ચાલે છે અને આ વોર્ડના અનેક વિસ્તારોમાં નળ કનેકશન હોવા છતાં અપુરતા ફોર્સથી પાણીની વ્યાપક ફરીયાદો છે જે અંગે તંત્રને વખતો-વખત ઢંઢોળેલ છે.

વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી

શહેરના પોપટપરા નાલામાં વરસાદી પાણી ભરાઈ રહે છે અને નજીવા વરસાદે પોપટપરા નાલા અને રેલનગર અંડરબ્રિજ બેટમાં ફેરવાય છે તેમજ રૂખડીયાનગર રાજીવનગર અને નરસંગપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી આગોતરૂ આયોજન વરસાદી પાણીના નિકાલની તાકીદે વ્યવસ્થા જરૂરી છે અન્યથા આ વિસ્તારમાંના અનેક વિસ્તારો બેટમાં ફેરવાય જશે.

આ વિસ્તારમાંથી પસાર થતા બેસુમાર ગંદકીગ્રસ્ત બન્યા છે અને આ વિસ્તારના વોંકળામાં બોકસ ગટર કે સીમેન્ટના બનાવેલાનું હોય ત્યારે સાંઢીયા પુલ ઉતરતા હુડકોથી હંસરાજનગર તરફ જતો રસ્તો વોંકળાની રીટર્નીંગ વોલ અને દિવાલો પણ તુટી ગયેલ છે ત્યારે વરસાદી પાણી અને પુર ખાના-ખરાબી સર્જવાની ભીતી હોય તુટેલી દિવાલો તાકીદે રીપેર કરવી.

ગ્રાન્ટના કામો થતા નથી

કોર્પોરેટરોએ વોર્ડના પ્રશ્નો અંગે પોતાની ગ્રાન્ટના અપાયેલા કામો અંગેના પત્રો તુમાર થાય છે અને ગ્રાન્ટ ડીપોઝીટ થાય છે તો આ અંગે તપાસ થવી ઘટે.

બગીચાનો પાંચ વર્ષથી લટકતો પ્રશ્ન

વર્ષોથી ખાતમુહુર્ત પાંચ વર્ષોથી થયેલ હોવા છતાં રેલનગર પાસે સાધુ વાસવાણી શીવાલીક પાસે બગીચો અધ્ધરતાલ છે. ખાત મુહુર્ત બાદ કામ કયા કારણથી થયુ નથી તે તપાસનો વિષય છે.

કોલસાવાડીનું સર્કલ

હાલ કોલસાવાડીનું સર્કલ જર્જરીત હાલતમાં છે ફુવારો લાંબા સમયથી બંધ છે. વર્ષોથી આ સર્કલની રજૂઆતો બાદ યોગ્ય નિરાકરણ કરવામાં આવતુ નથી.

ઉપરોકત વોર્ડ નં. ૩ ની સમસ્યા અંગે આપશ્રીને જણાવવાનું કે વોર્ડના ડે. ઈજનેર અને જવાબદારો આપને ઉંધા ચશ્મા પહેરાવે છે ત્યારે ચશ્મા અંગેનો આજે કાર્યક્રમ વોર્ડના જાગૃત નાગરીકો દ્વારા આપવામાં આવેલ છે છતા પણ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહી થાય તો તબક્કાવાર દર સપ્તાહે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ફરજ પડશે તેવી ચિમકી આવેદનપત્રના અંતે ઉચ્ચારાઈ હતી.

તેમજ તમામ કોંગી કોર્પોરેટરોએ વોર્ડ નં.૩માં ડે.ઇજનેર શ્રી રાજદેવ, શ્રી રવાણી ગોહેલ, મિરાણી અને નિર્મળસિંહ સહીતના ઇજનેરો સામે આક્ષેપો લગાવીને તેઓની બદલી કરવા માંગ ઉઠાવી હતી.

આ રજુઆતમાં વેગડા જીતેન્દ્ર, કોટેચા હરીશ નરેન્દ્રભાઇ, પ્રવિણસિંહ ઝાલા, વિભાભાઇ આહિર સુરેશભાઇ ચેતા, ધવલભાઇ મહેતા વિજયભાઇ લુણાગરીયા, વિનેશભાઇ પરમાર, તુષારભાઇ પી. શાહ, નીતીશ ડી.જોષી,પ્રકાર બેરા, પંડયા, હીરાણી સંજય એસ, બચુભાઇ ચકુભાઇ લુણાગરીયા, કે.સી.પટેલ, કેશુભાઇ કે.કાકડીયા, પંડયા દિપક કનૈયાલાલ, મહેન્દ્રભાઇ ગોકળદાસ પંડયા દિપક કનૈયાલાલ, મહેન્દ્રભાઇ ગોકળદાસ પંડયા, મોરાશી વિઠલદાસ કતિરા, વેગડા ઉદય પી. શીલુ હિતેષ ડી. ધનજીભાઇ સી. ચોવટીયા, ભાવિન એલ.વાડોલીયા, નિખીલ વી.નડીયાપરા, રાજેશભાઇ બારૈયા, પ્રતિક નાથાણી, રવિભાઇ બારૈયા, ચાવડા હરેશભાઇ, દિપકભાઇ બારૈયા સહિતના લોકો જોડાયા હતા. (૧.૨પ)

(3:42 pm IST)