રાજકોટ
News of Tuesday, 5th June 2018

ખોડીયારપરામાં મકાનમાંથી દારૂની પાંચ બોટલ સાથે બે ઝડપાયા

રાજકોટઃ થોરાળા પોલીસ મથકના પીઆઇ બી.પી. સોનારા, પીએસઆઇ આર.એમ.કોટવાલ, એએસઆઇ, ડી.કે.ડાંગર, નીશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, વિજયભાઇ મેતા તથા રોહીતભાઇ કછોટ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રોહીતભાઇ અને વિજયભાઇને મળેલી બાતમીના આધારે ખોડીયારપરા શેરી નં.૮માં મકાનમાં દરોડો પાડી મકાન માલીક હરદેવસિંહ ઉર્ફે ઉપેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો દિગ્વીજયસિંહ જાડેજા (ઉ.રપ) અને પરેશ ઉર્ફે મરચો ધીરજલાલ સોલંકી (ઉ.૩૧) ને દારૂની પાંચ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:40 pm IST)