રાજકોટ
News of Tuesday, 5th June 2018

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મહિલા પોલીસ મથકમાં સ્ટાફ દ્વારા સફાઇ કરાઇ

રાજકોટઃ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે મહિલા પોલીસ સ્ટેશનમાં પીઆઇ પી.બી.સાપરા, તથા મહિલા સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં સફાઇ કરવામાં આવી હતી. અને છોડ તથા નાના-મોટા વૃક્ષોની આજુબાજુ બીનજરૂરી ઘાસ દુર કરવામાં આવ્યુ હતુ. તસ્વીરમાં પીઆઇ સાપરા તથા સ્ટાફ સફાઇ કરતા નજરે પડે છે.

(3:39 pm IST)