રાજકોટ
News of Tuesday, 5th June 2018

અનુસુચિત જાતિના કાર્યકર રમેશ મકવાણા ઉપર હુમલાના આરોપીને તાકિદે પકડો

નવા થોરાળાના આગેવાનોનું રાજયપાલને સંબોધી કલેકટરને આવેદન

નવા થોરાળાના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું ત્યારની તસ્વીર.

રાજકોટ તા. ૫: નવા થોરાળામાં રહેતા અર્જુનભાઇ તથા અન્યોએ રાજયપાલને સંબોધી કલેકટરને આવેદનપાઠવી ઉમેર્યુ હતું કે, રાજકોટના અનુસુચિત જાતિના કાર્યકર રમેશભાઇ રાણાભાઇ મકવાણા ઉપર થયેલ હુમલાની ન્યાયીક તપાસ અને આરોપીની તાત્કાલીક ધોરણે ધરપકડ કરવા માંગણી કરી હતી.આવેદનમાં ઉમેર્યુ હતું કે, ફરીયાદી રમેશભાઇ રાણાભાઇ મકવાણા અનુસુચિત જાતિના કાર્યકર છે સરકારી હોસ્પિટલ સમાજ કલ્યાણ સંચાલિત છાત્રાલયોમાં અનુસુચિત તથા અન્ય ગરીબ પછાત વર્ગના વિદ્યાર્થીઓના મુળભુત અધિકારો માટે લડત ચલાવતા હતાં અનુસુચિત જાતિ તથા અન્ય ગરીબ પછાત વર્ગના જમીન તથા આવાસો બાબતે અવાર-નવાર રજુઆતો કરી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવે છે એક સામાજિક કાર્યકર્તા ઉપરના આ હુમલાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ, અને તેમની ઉપર હુમલો કરનાર આરોપીની તાકિદે ધરપકડ કરવા વિનંતી છે.લોકશાહીના રાહે લોકોના કામોમાં મદદરૂપ થવું તે દેશના તમામ નાગરિકોની ફરજ છે. પરંતુ આજે લોકોને પડખે ઉભા રહેતા કે લોકોના સવાલો ઉપાડતા કાર્યકરો ઉપર જાહેરમાં જીવલેણ હુમલાનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહયું છે, ત્યારે આપ અમારા રાજયના બંધારણીય વડા હોવાના નાતે કાનુની વ્યવસ્થા જળવાળ રહે તે માટે યોગ્ય પગલા ભરવા જવાબદારોને આદેશ કરો એ માંગણી છે, આવેદનપત્ર દેવામાં ડી એમ લીંબોલા, સંજયભાઇ, રમેશભાઇ મકવાણા, કિશોરભાઇ મહીડા, ભરત પરમાર, સાગર સવ્યા વિગેરે જોડાયા હતા. (૧.૨૪)

(3:39 pm IST)