રાજકોટ
News of Tuesday, 5th June 2018

વિશ્વ પર્યાવરણ દિવસની રાજકોટ રેલ્વે દ્વારા ઉજવણીઃ સ્વચ્છતાનું મહત્વ સમજાવતું અભિયાન હાથ ધરાયું

રાજકોટઃ આજે તા.પ મી જુન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ દિવસને સ્વચ્છતા અભિયાન સાથે સાંકળી રેલ્વેના ડીવીઝનલ મેનેજર પી.બી.નિનાવે અને એડીશ્નલ રેલ્વે મેનેજર એસ.એસ.યાદવ અને જુદી જુદી બ્રાન્ચના અધિકારીઓએ ઉજવણી કરી હતી. રેલ્વે કર્મચારીઓ દ્વારા શેરી નાટક ભજવી પર્યાવરણની જાળવણીનો મહિમા સમજાવાયો હતો. બાયો ટોયલેટ ડિસપ્લે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન અને અન્ય બિલ્ડીંગની સાફ-સફાઇ હાથ ધરવામાં આવી હતી. તસ્વીરમાં પ્લેટ ફોર્મ નં. ૧ ની અગાસીને ચોખ્ખી ચણાંક કરતા અધિકારીઓ અને કર્મચારીઓ, બીજી તસ્વીરમાં નુક્કડ નાટક ભજવતા કર્મચારીઓ, ત્રીજી તસ્વીરમાં ગાર્બેજ બેગ આપી ચોખ્ખાઇનું મહત્વ મુસાફરને સમજાવતા ડીઆરએમ નિનાવે અને નીચેની તસ્વીરમાં આ અભિયાન માટે જહેમત ઉઠાવનાર સ્ટાફ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:38 pm IST)