રાજકોટ
News of Tuesday, 5th June 2018

ધંધા પર પાણી ફરી વળ્યું...

પર્યાવરણની પથારી સોૈથી વધારે મોટા માથા ફેરવી રહયા છે, પણ  રાજકોટ મહાપાલિકાએ પર્યાવરણના નામે નાના માણસોની મોટી પથારી ફેરવી છે. પીવાના પાણીના પાઉચ પર અચાનક પ્રતિબંધ ઝીંકી દીધો છે. આ કારણે લાખો પાઉચ પડી રહયા છે. પાણીના ધંધા પર પાણી ફરી વળ્યું છે. પર્યાવરણ મુદે તંત્રએ અસંખ્ય પગલાં ભરવા જેવા છે, પરંતુ મેયર અને મ્યુ. કમિશ્નર મોટા માથાની લાજ કાઢે છે. પાણીના પાઉચના વ્યવસાય સાથે નાના માણસો સંકળાયેલા છે, મહાપાલિકાની શંકાસ્પદ બહાદુરીના કારણે તેમની રોજગારી બંધ થઇ ગઇ છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

 

(3:37 pm IST)