રાજકોટ
News of Tuesday, 5th June 2018

નિવૃત્ત જીલ્લા શિક્ષણાધિકારી સી.ટી.એરવાડિયાની પૌત્રી કુ.ઉર્વી મિકસ બોકસીંગમાં પ્રથમ સ્થાને

રાજકોટ, તા.પઃ મુળવતન ટીકર (રણ)  તા.હળવદ હાલ રાજકોટ નિવૃત જિલ્લા શિક્ષણાધિકારીરીશ્રી સી.ટી. એરવાડીયાની પૌત્રી કુ.ઉર્વી.જે. એરવાડિયા (૧૪ વર્ષ ઉંમર) ફોર્થ સ્ટુડન્ટ નેશનલ ગેઇમ્સ ૨૦૧૭-૧૮માં સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ નંબર મેળવી સફળતા હાંસલ કરેલ છે. આ સ્પર્ધા તા.૬ થી ૯ ઓકટોબર ૨૦૧૭ હરિદ્વારા ઉત્તરાખંડમાં યોજાયેલી હતી.

રાજયકક્ષાએ ગુજરાત રાજય મિકસ માર્શલ આર્ટ ચેમ્પિયન શીપ ૨૦૧૮ દ્વારા યોજાયેલ. આ સંસ્થા ઇન્ડિયા મિકસ્ડમાર્શલ આર્ટ ફેડરેશન સર્ટીફીકેટ સાથે સંલગ્ન છે. ગુજરાતમાં આ સ્પર્ધા સ્પોર્ટસ કોમ્પલેક્ષ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત મણીનગર અમદાવાદ દ્વારા યોજવામાં આવેલ. જેમાં કૂ.ઉર્વી.જે.એરવાડીયા (૧૪ વર્ષ અને ૪પ થી પ૦ કી.ગ્રા) કેટેગરીમાં પ્રથમ નંબર હાસલ કરેલ છે.

ફર્સ્ટ સ્પર્ધા મિકસ બોકસીંગ ચેમ્પિયનશીપ રાજસ્થાન મિકસ બોકસીંગ એસોસીએશન કે.જે.ધી બેનર ઓફ ઇન્ડિયન બોકસીંગ ફેડરેશન તથા વર્લ્ડ મિકસ બોકસીંગ ફેડરેશન સર્ટીફીકેટ સાથે સંલગ્ન છે. તેમના દ્વારા યોજવામાં આવેલ સેમી જુનિયર મેનસ અને વીમન્સ ઇવનમાં ૧૪ વર્ષ અને ૪૮ કી.ગ્રા વજન કેટેગરીમાં એલ.આઇ.ઇ.ટી કોલેજ, ચીકાણી અલવર, રાજસ્થાન મુકામે તા.૪-પ-મે ૨૦૧૮ માં કૂ.ઉર્વી.જે.એરવાડીયા એ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. તેણીના કોચ સીકુ એરિક રોય છે.

(3:35 pm IST)