રાજકોટ
News of Tuesday, 5th June 2018

ખેડૂતોને ભારોભાર અન્યાય થાય છેઃ અનાજ-કઠોળ-શાકભાજીના પોષણક્ષમ ભાવો આપોઃ કલેકટરને આવેદન

ખેડૂતોને થતા અન્યાયના વિરોધમાં કલેકટરને આવેદન પાઠવાયુ ત્યારની તસ્વીર

રાજકોટ, તા. ૫ :. 'જય જવાન જય કિસાન' સંસ્થાના ખેડૂત આગેવાનો વિશાલ સાવલીયા, કિશોર સવાણી વિગેરેએ કલેકટરને આવેદન પાઠવી ખેડૂતો સાથે થઈ રહેલ અન્યાય સામે ન્યાય માટેની લડત હોવા અંગે રજૂઆતો કરી હતી.

આવેદનમાં ખેડૂતો માટે માંગણીઓ દોહરાવાઈ હતી, જેમાં અનાજ, કઠોળ, શાકભાજી તથા ખેતરમાં થતી ખેતપેદાશો જેમ કે મગફળી, કપાસના પોષણક્ષમ ભાવ મળે, ખેડૂતોનું દેવું માફ કરવું, ટેકાના ભાવથી ખરીદેલ જણસીના રૂપિયા ખેડૂતોને તાત્કાલીક મળે, ખેડૂતોને બિયારણ ખાતર થતા જંતુનાશક દવાઓ ખેડૂતોની પુરતી જરૂરીયાત મુજબ ખુદ સરકાર ડાયરેકટ ખેડૂતોને આપે તથા ખેડૂતોની તમામ ખેત પેદાસોની બધી જણસીના ટેકાના ભાવ જાહેર કરે અને મોંઘવારીને ધ્યાનમાં રાખી દર વર્ષે ટેકાના ભાવમાં વધારો આપે તેવી માંગણી કરાઈ હતી અને જો આ બધી માંગણીઓ તરફ સરકાર યોગ્ય નહીં કરે તો ખુદ ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે બેમુદતી આંદોલન કરશે  તેમ ઉમેરાયુ હતું.(૨-૩૧)

(3:34 pm IST)