રાજકોટ
News of Tuesday, 5th June 2018

પ્રતિબંધ

૧૬૦૦૦ પાણીના પાઉચ જપ્તઃ પ૬૦૦નો દંડ

શહેરભરમાં મ્યુ. કોર્પોરેશનનાં સોલીડ વેસ્ટ વિભાગની ટૂકડીઓ ઉતરી પડીઃ ૧પ૦ થી વધુ દુકાનોમાં ચેકીંગ

પાણીનાં પાઉચ જપ્ત કરવાની ઝંબેશ આજથી શરૂ થતાં પર્યાવરણ ઇજનેર નિલેષ પરમાર સહિતના અધિકારીઓએ પાઉચ જપ્ત કર્યા હતાં. તે વખત નીતસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. પ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા આજથી શહેરમાં પાણીનાં પાઉચનાં પ્રતિબંધની અમલવારીનાં ભાગરૂપે શહેરની ૧પ૦ થી વધુ દુકાનોમાંથી ૧૬૦૦૦ જેટલા પાણીનાં પાઉચ જપ્ત કરી રૂ. પ૬૦૦ થી વધુનો દંડ વસુલ્યો હતો.

આજે સવારે સોલીડ વેસ્ટ વિભાગનાં અધિકારીઓએ કુવાડવારોડ, ગોવિંદબાગ મેઇન રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, કોઠારીયા રોડ વગેરે સ્થળોએથી કુલ પપ૦૦ નંગ પાઉચ જપ્ત કરી રૂ. પ૬૦૦ નો દંડ વસુલ્યો હતો.

ઉપરોકત ચેકીંગની કાર્યવાહી  ગણાત્રાના પૂર્વ ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેર વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ. આઇ. આર. યુ. રાવલ, ડી. કે. સીંધવ, એમ. એમ. જાદવ, પ્રફુલ ત્રિવેદી, એમ. એ. વસાવા તથા વોર્ડના એસ. એસ. આઇ. પ્રભાત બાલાસરા, એચ. એન. ગોહેલ, જીજ્ઞેશ વોરા, પ્રતિક રાણાવસીયા, પ્રશાંત વ્યાસ, આર. જે. પરમાર તથા જય ચૌહાણ તથા એ. એફ. પઠાણ દ્વારા કરવામાં આવેલ હતી.

જયારે વેસ્ટ ઝોન ખાતે કુલ ૧પ૦ દુકાનોમાંથી ૧૦૭૦પ પાઉચ જપ્ત કરવામાં આવેલ,

ઉપરોકત કામગીરી મુખ્યત્વે સંપૂર્ણ બીઆરટીએસ (૧પ૦' ફુટ રીંગ રોડ), કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ પર વેસ્ટ ઝોન-નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વીજયસિંહ તુવર, આસી. એન્જી. રાકેશ શાહ તથા ભાવેશ ખાંભલાના માર્ગદર્શનમાં વેસ્ટ ઝોનના સેની.ઇન્સ. મૌલેષ વ્યાસ, કૌશીક ધામેચા, કેતન લખતરીયા, પિયુષ ચૌહાણ તથા સેની. સબ ઇન્સ. બાલાભાઇ, ડાભીભાઇ, સંજયભાઇ, ડાભીભાઇ, વિશાલભાઇ, ઉદયભાઇ વગેરે દ્વારા કામગીરી કરવામાં આવેલ.

(3:33 pm IST)