રાજકોટ
News of Tuesday, 5th June 2018

ઢેબર રોડ પર ડીમોલીશન : ૧૪ સ્થળોએથી છાપરા, રેલીંગ હટાવાઇ

ઢેબર રોડથી ગોપાલ ચોક સુધી પાર્કીંગ માર્જીનની જગ્યાના દબાણો દૂર કરતી ટાઉન પ્લાનીંગ શાખા

રાજકોટ, તા. પ : રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ઢેબરભાઇ રોડ પર 'વન વીક વન રોડ અંતર્ગત' ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં. ૭ તથા ૧૪માં ઢેબરભાઇ રોડ પર ઢેબરભાઇ ચોકથી ગોપાલનગર-૧ સુધી ૧૪ સ્થળોએથી છાપરા, ઓટાનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અંગે તંત્રીની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીની સુચના તથા ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજે ઢેબર રોડ ઉપર પાકીંગ માર્જીનની જગ્યામાં ખડાયેલ દબાણ દૂર કર્યા હતાં જેમાં બિઝનેશ સેન્ટર, ઢેબર રોડ, સમોસાનું વેચાણ, ઢેબરભાઇ રોડ, ચા ની રેકડી-ઢેબરભાઇ રોડ, ચપ્પલનું વેચાણ, ઢેબરભાઇ રોડ, દ્વારકાધીશ ટી સ્ટોલ રેકડી-ઢેબરભાઇ રોડ, મુરલીધર ટી સ્ટોલ-ઢેબર રોડ, ગુરૂકૃપા ટી સ્ટોલ-ઢેબરભાઇ રોડ, બજરંગ કોલ્ડ્રીંકસ કેબીન-ઢેબરભાઇ રોડ, મેસોનીક હોલ પાસે-ઢેબરભાઇ રોડ, વી.વી. કોમર્શીયલ કોમ્પ્લેક્ષ-ઢેબરભાઇ રોડ, આઇ શ્રી ખોડીયાર ક્રેડીટ કો-ઓ. સોસા. લી.-ગોપાલનગર ઢેબરભાઇ રોડ, પાવર બેટરી એન્ડ ઓટો ઇલેકટ્રીક-ગોપાલનગર ઢેબરભાઇ રોડ, રાજલક્ષ્મી હાર્ડવેર-ગોપાલનગર, ઢેબરભાઇ રોડ સહિતના ૧૪ સ્થળોએથી છાપરા રેલીંગ હટાવાય હતી.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોનના આસી. ટાઉન પ્લાનર વી.વી. પટેલ, આઇયુ. વસાવા, આસિ. એન્જીનીયર ઋષિભાઇ ચૌહાણ, હાર્દિક એચ. વ્યાસ, અડીશ્નલ આસિ. એન્જીનીયર દીલીપભાઇ પંડયા, તુષાર એસ. લીંબડીયા, એસ.એફ. કડીયા હાજર રહેલ. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની માહિતી દ્વારા અન્ય કામગીરીમાં ર,૦૦૦ (બે હજાર) પાણીના પાઉચ જપ્ત કરવામાં આવેલ છે તથા દબાણ હટાવ શાખા દ્વારા ૮,પ૦૦ દંડ વસૂલ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત સ્થળ પર દબાણ હટાવ શાખાના અધિકાીરઓ તથા તેમનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તથા ફાયર બ્રિગેડ શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળાય રહે તે માટે વિજીલન્સ શાખાના અધિકારીઓ તથા તેમનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.(૮.૧૭)

તસ્વીરઃ સંદીપ બગથરીયા

(3:31 pm IST)