રાજકોટ
News of Tuesday, 5th June 2018

યંગસ્ટર ગ્રુપ દ્વારા શનિવારે 'બોલીવુડ ગ્રાન્ડ હાઉઝી'

સેલીબ્રેશન પ્લેસ પાર્ટી પ્લોટમાં જામશે પારિવારિક રમતોનો મેળાવડો : ઇનામો જીતવાની તક

રાજકોટ તા. ૫ : બાળકો સાથે મમ્મી, પપ્પા પણ વિવિધ રમતોનો પારિવારિક આનંદ લુંટી શકે તે માટે યંગસ્ટર ગ્રુપ દ્વારા 'બોલીવુડ મ્યુઝીકલ હાઉઝી' નું મસ્ત આયોજન કરાયુ છે.

 તા. ૯ ના શનિવારે સાંજે ૭ વાગ્યાથી સેલીબ્રેશન પ્લેસ, રંગોલી રેસ્ટોરન્ટ, કાલાવડ રોડ ખાતે આયોજીત આ ફેમીલી બોલીવુડ મ્યુઝીકલ હાઉઝીમાં લાઇવ બેન્ડ સાથે ફેમીલી એન્ટરટેઇનમેન્ટનું મજેદાર આયોજન કરાયુ છે. સેલ્ફી ઝોન, ફુડ ઝોનની અલાયદી વ્યવસ્થા ભાગ લેનારાઓના આનંદમાં ઉમેરો કરશે.

વળી વિજેતાઓ માટે લાખેણા ઇનામો જીતવાની તક પણ હશે. ટુ વ્હીલર, એલ.ઇ.ડી. ટી.વી., વોશીંગ મશીન, હોલી ડે પેકેજ, માઇક્રો ઓવન, મોબાઇલ, ગોલ્ડ કોઇન સહીત ૧૫૦ થી વધુ ઇનામોની વણજાર રાખવામાં આવી છે.ટીકીટ ખરીદનાર માટે પણ તમામને રૂ.૩૦૦૦ સુધીનું ડીસ્કાઉન્ટ વાઉચર અપાશે. જેમાં અનલીમીટેડ ડીનર સમાવીષ્ટ હશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે. આ હાઉઝીમાં ભાગ લેવા રૂ.૩૦૦ ભરીને નામ રજીસ્ટર કરાવી લેવા જણાવાયુ છે. બુકીંગ તેમજ વધુ માહીતી માટે મો.૭૦૪૩૭ ૫૮૯૭૭ અથવા મો.૭૯૯૦૧ ૪૧૯૦૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં આયોજનની વિગતો વર્ણવતા યંગસ્ટર ગ્રુપના ધનંજય ચુડાસમા અને રાજદીપસિંહ સોલંકી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૨)

(3:30 pm IST)