રાજકોટ
News of Tuesday, 5th June 2018

લોહાણા જ્ઞાતિની બહેનો માટે મુંબઇ- અમદાવાદમાં કારકીર્દી ઘડતરના ઉચ્ચ અભ્યાસક્રમો સાથે રહેવાની પણ સુવિધા

રાજકોટ તા. ૫ : કારકીર્દી ઘડતર માટે વોકેશનલ અભ્યાસક્રમોને અગ્રતા અપાઇ રહી છે. ત્યારે લોહાણા સમાજ દ્વારા સંચાલિત કાનબાઇ વિદ્યાધામ દ્વારા મુંબઇ યુનિવર્સિટીના ડીગ્રી કોર્સ માન્ય થયા છે. જેમાં પ્રવેશ કાર્યવાહી હાલ ચાલુ છે.

નોર્થ સાઉથ રોડ નં. ૬, જે. વી. પી. ડી. સ્કીમ, વિલે પાર્લે (વેસ્ટ) મુંબઇ (ફોન- ૦૨૨ ૬૧૫૪૪૦૦૦- ૧) ખાતે બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, બેચલર ઓફ માસ મિડીયા, બેચલર ઓફ બેંકીંગ એન્ડ ઇન્શ્યોરન્સ, બેચલર ઓફ એકાઉન્ટીંગ એન્ડ ફાયનાન્સ જેવા અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાંથી ઘણી વિદ્યાર્થીનીબ બહેનો ઉચ્ચ શિક્ષણ અર્થે મુંબઇ જાય છે. ત્યારે કાનબાઇ વિદ્યાધામ તેમના માટે આશીર્વાદરૂપ બની રહે છે. લોહાણા સમાજની દિકરીઓ માટે કોલેજ સંકુલમાં જ માતુશ્રી કાનબાઇ લાલબાઇ અને મોતીબાઇ લોહાણા કન્યા શાળા તથા બાલિકાગૃહ કાર્યરત છે. સાથે મુંબઇ તથા અમદાવાદમાં રહેવાની વ્યવસ્થા પણ પુરી પાડવામાં આવે છે.

ફોર્મ ભરવા તા. ૧૬ જુન સુધીમાં સવારે ૯ થી ર દરમિયાન સંપર્ક કરવા જણાવાયુ છે.

મુંબઇ ગુજરાતી સમાજ ભવન, ઓશીવાડા- જોગેશ્વરી લીંક રોડ, લોટસ પેટ્રોલ પંપની સામે, મુંબઇ (ફોન ૦૨૨ ૨૬૩૪૯૨૦૯) ખાતે સાત માળની નવી ઇમારત નિર્માણ પામી છે. રૂમ ચાર્જીસ રૂ.૨૦૦૦ છે.

એજ રીતે અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠ સોલા, એસ.વી.રોડ, અમદાવાદ મો.૯૯૭૯૮ ૫૬૭૦૦ લોહાણા મહાપરિષદ દ્વારા સંચાલિત અદ્યતન ઇમારત આવેલ છે. જયાં રૂમ ચાર્જીસ રૂ.૯૫૦ છે.

વોકેશ્નલ અભ્યસક્રમોમાં કારકીર્દી ઘડવા ઇચ્છતી લોહાણા જ્ઞાતિની બહેનોએ લાભ લેવા રાજકોટ લોહાણા બોર્ડીંગ હાઉસના મંત્રી નવીનભાઇઠકકર (મો.૯૮૯૮૩ ૪૫૮૦૦) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૩)

(3:29 pm IST)