રાજકોટ
News of Tuesday, 5th June 2018

વોર્ડ નં.૯ સોસાયટીના લોકો અમારા નાગરીક નહિં પણ પરિવાર

નિતીનભાઈ, ધનસુખભાઈ, પુષ્કરભાઈ અને કમલેશભાઈના હસ્તે રી-કાર્પેટ પેવરકામનો પ્રારંભ

રાજકોટઃ વોર્ડ નં.૯માં આવેલ ઉત્સવ પાર્કમાં રી- કાર્પેટ પેવર કામનો પ્રારંભ ગુજરાત મ્યુનિસિપ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજના હસ્તે તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયાની, વોર્ડ પ્રમુખ જયસુખ કાથરોટીયા તેમજ મહામંત્રી આશીષ ભટ્ટ, કમલેશ શર્માની ઉપસ્થિતિમાં પેવર કામનું ખાતમુહૂત કરવામાં આવેલ. પેવર કામ કામનો પ્રારંભ મહીલા મોરચાના મંત્રી દક્ષાબેન વસાણી, યુવા મંત્રી કુલદીપસિંહ જાડેજા, વિજય આહીર, વીમલ ઠોરીયા, પી.એમ. પટેલ, જાગૃતીબેન ભાણવડીયા, આરતીબેન શાહ, જગદીશભાઈ પટેલ, રામજીભાઈ બેરા, સુરેશ જલાલજી, હીરેન શાપરીયા, દેવ ગજેરા, વીરેન્દ્ર ભટ્ટ સહીત ભાજપના આગેવાનો તેમજ સોસાયટીના અમરસીભાઈ ચાંદરાલા, બીપીનભાઈ માકડીયા, શીવલાલભાઈ વૈશ્ણવ, ડી.જી.રાડીયા, લાલાણીભાઈ, રાજેશભાઈ કાનાણી, મુકેશભાઈ હીંગરાજીયા, ભરતભાઈ વાસજળીયા, હસુભાઈ દેત્રોજા, મુળજીભાઈ વાસજળીયા, કેતનભાઈ ફળદુ, કેતનભાઈ વાછાણી, સુભાષભાઈ માકડીયા, કરશનભાઈ કાનાણી, પંકજભાઈ મેંદપરા, રમેશભાઈ વસાજળીયા, લલીતભાઈ ગોડા, વીઠ્ઠલભાઈ વાછાણી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.(૩૦.૩)

(3:29 pm IST)