રાજકોટ
News of Tuesday, 5th June 2018

નાથદ્વારા પાર્કનો ગોૈતમ વ્યાસ 'જીન'ની ૪૬ બોટલ સાથે પકડાયો

પ્ર.નગર પોલીસે બાવળની ઝાડીમાંથી પકડ્યો

રાજકોટઃ રેલનગર નાથદ્વારા પાર્ક બ્લોક નં. ૮૨માં રહેતો ગોૈતમ કિશોરભાઇ વ્યાસ (ઉ.૨૯) ઘર નજીક પેટ્રોલ પંપ પાછળ બાવળની ઝાડીમાં દારૂ છુપાવતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી રૂ. ૧૮૪૦૦ના ૪૬ બોટલ જીન સાથે પકડી લીધો હતો. પ્ર.નગરના ઇન્ચાર્જ પી.આઇ. પી. બી. શાપરાની રાહબરીમાં સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ એમ. જે. રાઠોડ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, હેમેન્દ્રભાઇ વાધીયા, જયદિપભાઇ ધોળકીયા, પ્રદિપસિંહ ગોહિલ, જયેન્દ્રસિંહ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેમેન્દ્રભાઇને બાતમી મળતાં આ કાર્યવાહી થઇ હતી.

(12:46 pm IST)