રાજકોટ
News of Tuesday, 5th June 2018

કેકેવી ચોકમાં કારની ઠોકરે રિક્ષા ઉંધી વળીઃ હિમતભાઇ નકુમને ઇજા

રાજકોટઃ કેકેવી ચોક પાસે સવારે પોણા છએક વાગ્યે એક કારના ચાલકે રિક્ષા નં. જીજે૧૦ટીટી-૭૮૭૮ને ઠોકરે લેતાં રિક્ષા ઉંધી વળી ગઇ હતી અને ભારે નુકસાન થયું હતું. અર્ટીગા કારમાં પણ આગળના ભાગે ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. રિક્ષાચાલક ગાંધીગ્રામ જીવંતિકાનગરમાં રહેતાં હિમતભાઇ હરિભાઇ નકુમ (સતવારા) (ઉ.૫૬)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ થતાં માલવીયાનગરના એએસઆઇ યુ. બી. પવારે જરૂરી કાર્યવાહી કરી હતી. હિમતભાઇ પોતાના દિકરીને પોરબંદર જવું હોઇ તેને ગોંડલ રોડ ચોકડીએ મુકવા જઇ રહ્યા હતાં. અકસ્માતગ્રસ્ત વાહનો તસ્વીરમાં જોઇ શકાય છે.

(12:46 pm IST)