રાજકોટ
News of Tuesday, 5th June 2018

ગંજીવાડામાં રિક્ષામાં ૧૪ હજારના દારૂ સાથે સગીર સકંજામાં, સોમો ભાગી ગયો

રાજકોટ તા. ૫: થોરાળા પોલીસે ગંજીવાડામાંથી એક સગીરને રૂ. ૧૪૪૦૦ના ૪૮ બોટલ દારૂ સાથે રિક્ષા સહિત પકડી લીધો હતો. તેની સાથેનો સોમો કોળી ભાગી ગયો હતો.

પી.આઇ. બી. પી. સોનારાની રાહબરીમાં એએસઆઇ ડી. કે. ડાંગર, નિશાંતભાઇ, મહેશભાઇ, વિજયભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ગંજીવાડા મેઇન રોડ પીટીસીના પટમાં જીજે૩એએચ-૪૪૯૯ નંબરની રિક્ષા શંકાસ્પદ જણાતાં અટકાવતાં એક શખ્સ ભાગી ગયો હતો. જ્યારે સગીર પકડાઇ ગયો હતો. રિક્ષામાં તપાસ કરતાં રૂ. ૧૪૪૦૦ની જીનની ૪૮ બોટલ મળતાં તે તથા ૩૦ હજારની રિક્ષા કબ્જે કરી હતી. ભાગી ગયલો શખ્સ ગંજીવાડાનો સોમો કોળી હોવાનું આ સગીરે જણાવતાં તેની શોધખોળ થઇ રહી છે.

મગન ૭૦ લિટર દેશી દારૂ સાથે પકડાયો

તાલુકા પોલીસ મથકના હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ, અશોકભાઇ સહિતે મવડી હેડ કવાર્ટર નજીક ગોૈતમ પાર્ક-૧માંથી મગન ચતુરભાઇ જાદવને રૂ. ૧૪૦૦ના ૭૦ લિટર દેશી દારૂ સાથે પકડી લીધો હતો.

(12:45 pm IST)