રાજકોટ
News of Tuesday, 5th June 2018

રાજકોટ સહિત રાજયભરના રેલ્વે સ્ટેશનો ઉપર આજથી પ્લાસ્ટીકના ઉપયોગ ઉપર પ્રતિબંધ લદાયો

રાજકોટ તા.૫: રેલ્વે સ્ટેશન પર પ્લાસ્ટીકના ઉપયોગ પર આજથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના પગલે સ્ટેશન પર પ્લાસ્ટીકની બેગ લઇને આવતા લોકોને પેપર બેગ આપવામાં આવશે. આ માહિતી આપતા રેલવે પ્રવકતાએ જણાવ્યું કે, રેલવે દ્વારા પ્લાસ્ટીક હટાવો પર્યાવરણ બચાવો અભિયાન ચલાવવામાં આવશે. જેના ભાગરૂપે મંગળવારે અમદાવાદથી પાલનપુર સુધી પર્યાવરણ નિરીક્ષણ જાગૃતિ સ્પેશ્યિલ ટ્રેન દોડાવાશે.

દરમિયાન રાજકોટ કલેકટર કચેરીના સુત્રોએ ઉમેયું હતું કે, આમા રેલવે તથા બસ સ્ટેશનો ઉપર ખાસ સફાઇ ઝુંબેશ-સ્વચ્છતા તથા પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ અંગે ખાસ કાર્યવાહી કરાઇ છે. રાજકોટ સહિત રાજય ભરના રેલ્વે સ્ટેશનો ઉપર પ્લાસ્ટીકના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેતો રેલ્વે તંત્રે નિર્ણય લીધો છે. (૧.૫)

(11:39 am IST)