રાજકોટ
News of Friday, 5th March 2021

રાજકોટ એઇમ્સ : ડીસેમ્બરથી OPD શરૂ કરાશે હાલ બીલ્ડીંગો બાંધવાનું કામ ધમધોકાર ચાલુ

કલેકટરના અધ્યક્ષતામાં રીવ્યુ મીટીંગ મળી : મુખ્ય બિલ્ડીંગના પ્લાનમાં કવેરી નીકળતા પરત કરાયો

રાજકોટ તા. ૫ : રાજકોટને એઇમ્સ મળી છે, આજે તેની કામગીરી અડચણરૂપ બાબતે કલેકટરની અધ્યક્ષતામાં ખાસ રીવ્યુ મીટીંગ મળી હતી. મીટીંગમાં કલેકટર ઉપરાંત એડી. કલેકટર, જીઇબી, આર એન્ડ બી, સિંચાઇ, રૂડા તથા એઇમ્સના ડાયરેકટર શ્રી શ્રમદિપ સિન્હા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ડાયરેકટરશ્રી શ્રમદિપ સિન્હાએ એડી. કલેકટરને નિર્દેશ આપ્યો હતો કે, બની રહેલ એઇમ્સના કુલ ૭ બિલ્ડીંગનું બાંધકામ ધમધોકાર ચાલુ છે અને ડીસેમ્બરથી તો એઇમ્સ ખાતે ઓપીડી પણ શરૂ કરી દેવાશે. રસ્તો - વિજલાઇન વિગેરે બાબતે કાર્યવાહી થઇ રહી છે, કુલ ૧૯માંથી ૬ થી ૭ પ્લાન મંજુર થઇ ગયા છે, મુખ્ય બિલ્ડીંગના પ્લાનમાં રૂડાની કવેરી નીકળતા તે પરત કરાયો હતો.

(4:46 pm IST)