રાજકોટ
News of Friday, 5th March 2021

સર્વાગી વિકાસનો લક્ષ્યાંક સિધ્ધ કરતુ સમતોલ બજેટઃ ચેતન રામાણી

રાજકોટ, તા.૫: રાજકોટ જીલ્લા ભાજપના અગ્રણી તેમજ ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણીએ રાજયની રૂપાણી સરકાર તેમજ નાણામંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટને આવકારી અભિનંદન પાઠવતા જણાવ્યુ છે કે રાજયની વિકાસની જે પરંપરા છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી શરૂ કરીને ગયા હતા ત્યારબાદની તમામ સરકારોએ તે પૂરી નિષ્ઠા અને ખંતથી આગળ વધારી છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકાર દ્વારા ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવતુ રૂ.૨,૨૭,૦૨૯ કરોડ પુરાંતવાળુ તેમજ સામાન્ય પ્રજાને રાહત આપતુ બજેટ ખરેખર અદભૂત છે.

કોરોનાની વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં લઇ ચાલુ વર્ષે વેરામા કોઇપણ પ્રકારનો વધારો ન કરવો તેમજ નવો વેરો ન નાખવાની જાહેરાત રૂપાણી સરકારની સહાનુભૂતિના દર્શન કરાવે છે. સાથોસાથ રાજયના તમામ વર્ગોના તમામ લોકોને ધ્યાનમાં લઇ સર્વાગી વિકાસને લક્ષ્યમાં રાખીને ખેડૂતોની આવક બમણી થાય, ગરીબોને રાશન તેમજ આવક વધે, યુવાવર્ગને  રોજગારી મળે તેમજ શ્રમજીવી વર્ગનુ પગારભથ્થુ વધે, મહિલાઓ આત્મનિર્ભર બને તેમજ સમાજના છેવાડાના માનવીની સુખાકારીમાં વધારો કરવાના પગલા આ બજેટમાં છે. તેમ ચેતનભાઇ રામાણીએ જણાવ્યુ છે.

(4:40 pm IST)