રાજકોટ
News of Friday, 5th March 2021

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે

'વિશ્વ મહિલા દિવસ' નિમિત્તે સરહદે ફરજ બજાવતી મહિલાઓના મેડીકલ ચેકઅપનો કાર્યક્રમ યોજાશે

નિષ્ણાંત તબીબોની ટીમ રાજસ્થાન સરહદે જઇ કરશે નિદાનઃ ઉમદા કાર્ય

રાજકોટ, તા.૫: શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ' વિશ્વ મહિલા દિવસ' ની ઉજવણી રુપે, તા. ૮મી માર્ચ ૨૯૨૧ રવિવારના રોજ, આ વર્ષે પહેલીવાર એક અનોખા કાર્યક્રમનું આયોજન કરી રહેલ છે.

જેમાં ભારત-પાકિસ્તાન ની રાજસ્થાનને અડી ને આવેલ બાડમેર સરહદ પર રહેલ મહિલા ગ્લ્જ્ ની વીગ ની ૧૪૮ નંબરની બટાલિયન ની ફરજ બજાવતી મહિલાઓ તેમજ સાથે રહેતા BSF ઓફિસર્સ જવાનોની ધર્મપત્નીઓના સંપૂર્ણ મેડિકલ ચેક અપ કરવામાં આવશે.

જેમાં એકંદરે ૨૦૦ મહિલાઓના પરિક્ષણનો અંદાજ છે.

જેમાં શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ મેડિકલ શાખાના જુદા જુદા વિભાગોના માત્ર નિષ્ણાત મહિલા તબિબો જ હાજર રહી મહિલાઓની જાત તપાસ કરી યોગ્ય નિદાન કરશે.

જેમાં મહિલાઓ ની શારીરિક તકલીફો અને કેન્સર ને લગતા તમામ રોગો નું નિરાકરણ કરવામાં આવશે.

જરૂરી અન્ય પરીક્ષણો ની સાથે મહિલાઓ માટે અત્યંત જરૂરી એવા પેપ ટેસ્ટનું નિશુલ્ક આયોજન કરવામાં આવશે.

શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારનો મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કદાચ દેશમાં સર્વ પ્રથમ કરવામાં આવી રહેલ છે.

તદુપરાંત 'દેશની રક્ષા માટે પોતાના જાન ન્યોછાવર કરનાર ભારતમાતાના પનોતા શહિદ ગ્લ્જ્ જવાનોની વિધવાઓ ના સન્માન' નો સૌને ગૌરાન્વીત કરે તેવા એક કાર્યક્રમ નું આયોજન પણ શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન શ્રીમતી આરતી કુર્મી અને સેક્રેટરી મેડમ સોનિયા ખન્ના તેમજ તેમની સાથે હંમેશા જોડાયેલ મહિલાઓ દ્વારા કરવામાં આવેલ છે.

શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સશકિતકરણ કરણ માટે નું આ એક આગવું કદમ રહેશે તેમ અનંત દવે - ટ્રસ્ટી - શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદની યાદી જણાવે છે.

(4:50 pm IST)