રાજકોટ
News of Friday, 5th March 2021

રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ મારફત 'ભકતો' હવે દેશના વિખ્યાત મંદિરો-દેવસ્થાનોનો પ્રસાદ ઘર બેઠા મેળવી શકશે

કાઉન્ટર ઉપર ફોર્મ ભરી રૂ. રપ૦ ભરવાના રહેશેઃ પંચામૃત-ફોટો ફ્રેમ વિભૂતી મોકલાશે

રાજકોટ તા. પ :.. રાજકોટ હેડ પોસ્ટ ઓફીસે હવે દેશના વિખ્યાત મંદિરો - દેવસ્થાનોનો પ્રસાદ રાજકોટના લોકોને ઘરે બેઠા મળી રહે તે પ્રકારે આજથી મહત્વની અને આવકારદાયક વ્યવસ્થા ગોઠવી છે.

કોરોના ૧૯ મહામારીને કારણે ભારતભરના ઘણા મોટા મંદિરો - દેવસ્થાનો હજુ મર્યાદીત સમય માટે ખૂલ્યા છે. સામાન્ય નાગરીકને દર્શન માટે જવુ મુશ્કેલ થયું છે, આથી ભારતીય ટપાલ વિભાગે ભારતના મુખ્ય મંદિરો સાથે જોડાણ કરી તે મંદિરનો પ્રસાદ ભકતો સુધી ઘર બેઠા પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.

આ મંદિરોમાં હાલ તામીલનાડુનું પલામી ખાતેનું ભગવાન મુરૂગનનું મંદિર, ઉપરાંત કાશી વિશ્વનાથ, માતા વૈષ્ણોદેવી, માતા ચીન્નપુરના દેવી, સબરમાલા મંદિરના પ્રસાદનું  બુકીંગ પોસ્ટ ઓફીસ મારફત કરવામાં આવે છે, પ્રસાદ મેળવવા માટે જે તે ભકતે પોસ્ટ ઓફીસના કાઉન્ટર ઉપર ફોર્મ ભરી રૂ. રપ૦ જમા કરાવવાના રહેશે. જેથી દર્શાવેલ સરનામે પંચમૃત-ભગવાનનો ફોટો ફ્રેમ અને વિભૂતી મોકલી આપવામાં આવશે.

(3:57 pm IST)