રાજકોટ
News of Friday, 5th March 2021

૧પ-૧૬ માર્ચ બેંક હડતાલઃ ૧૦ લાખ કર્મચારીઓ જોડાશે

સરકારના ખાનગીકરણના પ્રસ્તાવીત નિર્ણયના વિરોધમાં : બેંકોના નાણા ચાંઉ કરી જનારા ઉદ્યોગપતિઓને સરકાર છાવરે છેઃ ૭,૯૯,૭૭૪ કરોડની રાહત આપી

રાજકોટ, તા., ૫: યુનાઇટેડ ફોરમ અઓ બેંક યુનિયન્સે તા.૧પ-૧૬ માર્ચના રોજ સતત દિવસની હડતાલનું એલાન આપેલ છે. આ હડતાલમાં બેંકોના અધિકારીઓ-કર્મચારીઓ સમેત ૧૦ લાખ કર્મચારીઓ સામેલ થશે. હડતાલનો મુખ્ય હેતુ બેંકોના પ્રસ્તાવીત ખાનગીકરણનો વિરોધ છે તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનીયનની એક યાદી જણાવે છે.

૧૯૬૯માં બેંકોની શાખા ૮૦૦૦ હતી જે હાલ શેડયુલ બેંકની શાખાઓ લગભગ ૧,૪૮,૯૦૪ શાખાઓ છે. બેંકોની થાપણ ૮૦,૦૦૦ કરોડ હતી જે અત્યારે ૧૪૬ લાખ કરોડ થયેલ છે અને તે જ પ્રમાણે બેંકોનું ધિરાણ પણ વધેલ છે. ૧૯૬૯માં વસ્તી પ્રમાણે ૬૪,૦૦૦ લોકોએ બેંકની એક શાખા હતી. અત્યારે ૯ર૬૯ ની વસ્તીએ એક શાખા છે. ૧૯૬૯માં બે લાખ કર્મચારીઓ હતા. જે આજે ૧૦ લાખ કર્મચારી અધિકારી છે.જે દર્શાવે છે કે રાષ્ટ્રીયકરણ પછી બેંકોની સેવા કેટલી ઉપલબ્ધ થયેલ છે. હજુ પણ વધુ શાખાની જરુરત છે. ગ્રામ્ય વિસ્તાર કે જયાં બેંકની શાખા નથી યાં બેંકની સેવા ઉપલબ્ધ કરવાની તાતી જરૂરીયાત છે. ખેત ઉદ્યોગને અને નાના ઉદ્યોગને ધિરાણના ર ટકાથી ઓછુ ધિરાણ મળતું હતું તે આજે ખેત-ઉદ્યોગ અને પાયાના નાના ઉદ્યોગને ધિરાણ મોટા પ્રમાણમાં મળી રહેલ છે. ફુટપાથ પર બેસેલ મોચીને પણ બેંકોએ ધિરાણ આપેલ છે. જી-ર૦ નીચે ઘઉંની આયાત થતી તે આજે ખેત ઉદ્યોગમાં બેંકોના ધિરાણને કારણે ભારત ઘઉંની નિકાસ કરે છે. ભારતની નિકાસ અન્નક્ષેત્રે વધેલ છે તે બેંકોને આભારી છે.

આમ બેંકોના નફા એનપીએ સામેની જોોગવાઇમાં જાય છે. બેંકોને જાણી જોઇને નાણા ન ભરનાર ઉદ્યોગપતિઓ સામે પગલા લેવાને બદલે સરકાર તેમને ઇન્સોલવન્સી એકટને આધારે વધારે ને વધારે રાહત આપી રહેલ છે અને અત્યારે સુધીમાં ૭,૯૯,૭૭૪ કરોડની બેંકોએ રાહત આપેલ છે. આમ જનતાની મહામુલી બચત છે તેની સામે જોગવાઇ કરવામાં આવે છે. સરકારની આંખ ઉઘડતી નથી અને આ જ ખાનગી ઉદ્યોગગૃહોને બેંકો સોંપવા માંગે છે આમ બિલાડીને દુધનું રખોપું કરવાનું જોખમ સરકાર ઉઠાવી રહેલ છે.

બેંકોના ખાનગીકરણથી ગામડાઓમાં શાખાઓ નવી ખોલવાને બદલે બંધ થશે. નાના વ્યાપારીઓને, વિદ્યાર્થીઓને સસ્તા વ્યાજે ધિરાણ અને વિદ્યાર્થીઓને શૈક્ષણીક લોન નહી મળે, પાયાના ઉદ્યોગને ધિરાણ નહી મળે. પાયાના ઉદ્યોગને ધિરાણ નહી મળે. બેંકોનો સામાજીક ઉદ્યોગ બદલીને નફાકીય ઉદેશ થશે. ગ્રાહકોને ઓછામાં ઓછુ બેલેન્સ રાખવુ પડશે અને બેંકોનો ચાર્જીસ વધશે. ખેતીધિરાણ પણ ઘટશેે.

બેંકોની આ હડતાલ રાષ્ટ્ર અને સામાન્ય જનસમુદાયના ઉદેશથી આપવામાં આવેલ છે તેથી અમો લોકોને આ હડતાલને ટેકો આપવા વિનંતી છે.

(3:55 pm IST)