રાજકોટ
News of Friday, 5th March 2021

હિરાસર એરપોર્ટઃ બે ચેક ડેમો તોડી પડાયા : તેના બદલે સોમ પીપળીયા-કનેસરા બે નવા ચેક ડેમો બનાવવાનું શરૂ

રિવ્યુ મીટીંગ મળીઃ ૮૦% રન-વે બે તૈયારઃ ૧ કલાકમાં ૧૦ પ્લેન ઉતરી શકે તેવી ફુલ પ્રુફ યોજના : જે ખેડૂતોને સિંચાઇનું પાણી મળતુ હતું તે હવે મચ્છુ-ર માંથી લીફટ ઇરીગેશન કરી અપાશે

રાજકોટ તા. પ :.. આજે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે પણ કલેકટરના અધ્યક્ષતામાં રીવ્યુ મીટીંગ યોજાઇ હતી. તેમાં એરપોર્ટ અધિકારીઓ-કોન્ટ્રાકટર સહિત તમામ ખાતાના અધિકારીઓને બોલાવાયા હતાં.

મીટીંગ સંદર્ભે એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, હિરાસર એરપોર્ટને અડચણરૂપ બે ચેક ડેમો હતા તે તોડી પડાયા છે, પરંતુ સુપ્રીમ કોર્ટની સુચના મુજબ આ ચેક ડેમોને બદલે અન્યત્ર બે સ્થળે સોમ પીપળીયા-કનેસરા ચેક ડેમો બનાવી દેવાયા છે, શ્રી પંડયાએ જણાવેલ કે જે ખેડૂતોને બામણબોર સિંચાઇ યોજનાનું પાણી મળતુ તેના બદલે હવે મચ્છુ-ર માંથી લીફટ ઇરીગેશન કરી પાઇપ લાઇન નાખી આસપાસના પ થી ૬ ગામોના ખેડૂતોને પાણી અપાશે, તેના ટેન્ડરનું કામ પણ પુરૂ થઇ ગયું છે. આ ઉપરાંત પીજીવીસીએલની લાઇનોમાં બદલાવ, જમીન સંપાદન કામ, ઓએફસી કેનાલનું કામ પણ પુરૂ થયું છે, સુત્રોના ઉમેર્યા પ્રમાણે હિરાસરનો રન-વે ૮૦ ટકા તૈયાર થઇ ગયો છે, ૧ કલાકમાં ૧૦ પ્લેન ઉતરી શકે તેવી ફુલ પ્રુફ યોજના બનાવાઇ છે.

(3:54 pm IST)