રાજકોટ
News of Friday, 5th March 2021

વિશ્વ મહિલા દિવસઃ સોમવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે મહિલા ઓશો સન્યાસી, પ્રેમીઓનો સત્કાર સમારોહ

ઓશો સાથે રહેલા માં યોગ નિવેદિતાના સાનિધ્યમાં ઓશો અભિગમ દ્વારા નવી ક્રાંતિ અને સ્વસ્થ વિચારધારા ફેલાવતી મહિલાઓનો સ્વાગત સમારોહ : ઓશો સમાધિ અને ઓશો આશ્રમ બચાવોના સંદર્ભમાં ઓશો સન્યાસીઓ પ્રેમીઓની અગત્યની મીટીંગ સરકારી ગાઇડ અનુસાર કાર્યક્રમઃ રજીસ્ટ્રેશન આજથી ચાલુ

 

રાજકોટઃ  ઓશોનું સુત્ર ઉત્સવ આમારજાતિ આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો-સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન-ગીત-સંગીત-વિવિધ સંપ્રદાયના ઉત્સવો વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે નિયમીત છેલ્લા ૩૫ વર્ષથી અવાર નવાર ઉત્સવો ઉજવવામાં આવે છે. જેનુ સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહયા છે. આગામી તા.૮ને સોમવારને રોજ વિશ્વ મહિલા દિવસ નિમિતે સાંજે ૬ વાગ્યેથી રાત્રે ૮:૩૦ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ઓશો સન્યાસીની તથા પ્રેમી મહિલાઓનું સ્વાગત તથા સત્કાર સમારોહ-ઓશો સમાધિ અને ઓશો આશ્રમ બચાવોના સંદર્ભમાં યોગ નિવિદિતાના સાનિધ્યમાં અગત્યની મીટીંગ જેમાં તેઓની સહિ એડ્રેસ સાથે મોબાઇલ નંબર લખીને આપવાના રહેશે. આ બધા લેટરો રજીસ્ટ્રેશન એડી.થી તથા સ્પીડપોસ્ટથી માનનીય પ્રાઇમ મીનીસ્ટર શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ચીફ મીનીસ્ટર મહારાષ્ટ્રના તથા ચેરીટી કમિશ્નર પુનાના વગેેરેને આયોજકો મોકલશે.

ઓશો જગતમાં એજયુકેશન, બિઝનેશ, સેલ્ફ એમ્પ્લોયર્સ મેડીકલ આર્ટસ તથા અન્ય ફિલ્ડમાં આગળ પડતુ સ્થાન ધરાવનારી અનેક મહિલાઓ છે. જે કુટુંબ સમાજની અંદર પોત-પોતાના ક્ષેત્રમાં કાર્યરત રહી ઓશો અભિગમ દ્વારા નવી ક્રાંતિ અને સ્વસ્થ વિચાર ધારા ફેલાવે છે. આ બધી મહિલાઓનો સ્વાગત-સત્કાર કરવામાં આવશે. સાંધ્ય ધ્યાન ઓશો કિર્તન બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે બધા માટે મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ઉપરોકત અગત્યની મીટીંગ તથા મહિલાઓના સ્વાગત સમારોહમાં ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સહભાગી થવા ઓશો ઇનર સર્કલે અનુરોધ કરેલ છે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ ઓવરબ્રિજની બાજુમાં ૪ વૈદ્યવાડી, ડીમાર્ટની પાછળની શેરી રાજકોટ

વિશેષ માહિતી માટે : સ્વામી સત્યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(2:53 pm IST)