રાજકોટ
News of Friday, 5th March 2021

અમે કોંગ્રેસમાં જ છીએ અને કોંગ્રેસમાં જ રહીશું : ઝાલા - તલાટીયાની સ્પષ્ટતા

રાજકોટ તા. ૫ : શહેર કોંગ્રેસના સીનીયર અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ પ્રવકતા) અને રમેશભાઇ તલાટીયા (પૂર્વ મહામંત્રી) એ સંયુકત યાદીમાં જણાવ્યુ છે કે અમે કોંગ્રેસમાં જ છીએ અને કોંગ્રેસમાં જ રહીશું. સોશ્યલ મીડિયામાં પ્રસરાવાતી વાતો બેબુનિયાદ અને વાહીયાત છે.

તેઓએ જણાવેલ છે કે કેટલાક સમયથી એક પત્ર સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં અમો બન્નેને સસ્પેન્ડ કરી દેવાયાનું ટીખળ કોઇએ કર્યુ છે. વાસ્તવમાં આ વાત સત્યથી વેગળી છે. અમો કોંગ્રેસમાં જ છીએ. તેમ સ્પષ્ટતા કરતા ગજેન્દ્રસિંહ ઝાલા (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬) અને રમેશભાઇ તલાટીયાએ યાદીના અંતમાં જણાવેલ છે.

(2:49 pm IST)