રાજકોટ
News of Friday, 5th March 2021

રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ર૭૮૮૯ લોકોને કોરોના રસીકરણ

૧૦૪૦૦ કોરોના યોધ્ધાઓ, ૯૦૩ર વૃધ્ધો વગેરેનો સમાવેશ

રાજકોટ, તા. પ : જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસી મુકવાનું કાર્ય જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગતિથી ચાલી રહ્યું છે. કુલ ર૭૮૮૯ લોકોનું રસીકરણ થયું છે.

રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં પોલીસ તેમજ પંચાયત, મહેસુલ વગેરેના પ્રથમ હરોળના ૧૦૪૦૦ અધિકારીઓ, કર્મચારીઓને તેમજ ૭૮૩પ આરોગ્ય કર્મચારીઓને રસી અપાયેલ છે. ૬૦ વર્ષથી ઉપરના ૯૦૩ર અને ૪પ થી ૬૦ વર્ષની વચ્ચેના ગંભીર બિમારીવાળા ૬રર લોકોએ રસી મુકાવી છે. અત્યાર સુધીમાં કોઇને નોંધપાત્ર આડઅસર દેખાયેલ નથી. જિલ્લા આરોગ્ય તંત્રને ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા માર્ગદર્શન આપી રહ્યા છે.

(2:48 pm IST)