આનંદ બંગલા ચોક પાસે નાણાની ઉઘરાણી મામલે વિરાટનગરના હેમાંશુ ચોવટીયા પર પાઇપથી હુમલો
કારખાનેદાર કેતન સભાયાએ માર માર્યોઃ હેમાંશુ સાથેના પિયુષ ફાચરાની પણ ધોલધપાટ
રાજકોટ તા. ૫: અટિકા પાસે વિરાટનગર મેઇન રોડ પર રહેતાં હેમાંશુ મહેશભાઇ ચોવટીયા (ઉ.વ.૨૧)ને આનંદ બંગલા ચોકમાં ઓમ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાને કેતન સભાયાએ પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
હેમાંશુએ જણાવ્યું હતું કે હું અટિકામાં પિયુષભાઇ ફાચરાના કારખાનામાં કામ કરુ છું. મેં તેમને પૈસાની જરૂર પડતાં રૂપિયા ત્રણ લાખ હાથ ઉછીના આપ્યા હતાં. આ પૈસાની મેં ઉઘરાણી કરતાં તેણે પોતાને ઓમ ઇન્ડસ્ટ્રીઝવાળા કેતનભાઇ સભાયા પાસેથી પૈસા લેવાના હોઇ ત્યાંથી આવશે પછી આપશે તેમ કહ્યું હતું. ગત રાતે હું અને પિયુષભાઇ આ પૈસાની ઉઘરાણી માટે કેતનભાઇના કારખાને જતાં તેણે ઝઘડો કરી પૈસા નથી આપવા કહી પાઇપથી મને માર માર્યો હતો. વચ્ચે પડેલા પિયુષભાઇને પણ કેતનભાઇએ ફટકાર્યા હતાં. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.