રાજકોટ
News of Friday, 5th March 2021

‘અકિલા'ના પત્રકાર-રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

રાજકોટઃ રાજકોટ લોધીકા સંઘના ચેરમેન અને ‘અકિલા'ના વરિષ્‍ઠ સદસ્‍ય નરેન્‍દ્રસિંહ જાડેજાએ ગઇકાલે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ‘અકિલા' માં પત્રકાર તરીકે નરેન્‍દ્રસિંહ જાડેજા વર્ષોથી કાર્યરત છે. તેમજ જુદી જુદી સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. નરેન્‍દ્રસિંહ જાડેજાએ કોરોના મહામારીમાંથી મુકિત મેળવવા માટે લોકોને રસી લેવા અપીલ કરી હતી.

(12:14 pm IST)