રાજકોટ
News of Tuesday, 5th February 2019

મહાશિવરાત્રીએ સનાતન હિન્દુ ધર્મ શિવરથયાત્રા

મહાદેવજી ઉપર તોપથી પુષ્પાવર્ષા થશેઃ ૧૫૧ દીકરીઓનું સાફા પહેરાવી સન્માનઃ રવિવારે કાર્યાલય ખુલ્લુ મુકાશે

રાજકોટ,તા.૫ : આદિ દેવ પરમ પરમાત્મા ભગવાન આશુતોષ મહાદેવનો મોટો પર્વ એટલે મહાશિવરાત્રી. આ રૂડા અવસરને વધાવવા છેલ્લા પાંચ વર્ષની જેમા આ વર્ષે પણ દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ, શિવ રથયાત્રા સમિતિ દ્વારા સતત છઠ્ઠા વર્ષે પણ સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું આયોજન થઈ રહ્યુ છે. આ અવસરને વધાવવા માટે દશનામ ગોસ્વામી સમાજ રાજકોટના યુવાનો તડામાર તૈયારીમાં જોડાઈ ગયા છે.

સનાતન હિન્દુ ધર્મ શિવરથ યાત્રામાં મહાદેવને તોપથી પુણ્યવર્ષા કરવામાં આવશે. ૧૫૧ દિકરીઓને સાફા પહેરાવી નારી શકિતનું સન્માન કરવામાં આવશે. ૧૫૦૦ બાઈક સવારો સાથે હાથી, ઘોડા, ઊંટ અને બગીઓની સવારી બાળકોને આનંદ કરાવશે. સાથોસાથ બાર જયોર્તિલીંગની ઝાંખીના દર્શન કરાવવાનો લાવો મળશે.

સનાતન હિન્દુ ધર્મ શિવયાત્રા તા.૪ માર્ચના સોમવારના પાવન દિવસે બપોરે ૨:૩૦ કલાકે કમલેશ્વર મહાદેવ, સુતા હનુમાનજી મંદિર, કોઠારીયા રોડ, પાસેથી પ્રસ્થાન થશે. ત્યારબાદ સોરઠીયા વાડી સર્કલ, ભકિતનગર સર્કલ, મકકમ ચોક, ગોંડલ રોડ, માલવીયા ચોક, રામકૃષ્ણ આશ્રમ, જાગનાથ મંદિર, યાજ્ઞીક રોડ, જીલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, મોટી ટાંકી ચોક, લીંબડા ચોક, હરીહર ચોકથી ચૌધરી હાઈસ્કુલના પટાંગણમાં મહાઆરતી કરી પૂર્ણાહુતી કરવામાં આવશે.

આગામી તા.૧૦ના રવિવારે સાંજે ૫ વાગે સૂતા હનુમાનજી મંદિર સામે વિરભગતસિંહ કોમ્પ્લેક્ષમાં કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવશે.

આયોજનમાં સીતષપુરી, ગૌતમ ગોસ્વામી, ગૌરવ ભારથી, કલ્પેશગીરી, જનક પુરી, હિતેષપુરી, આશિષપુરી, સાવનગીરી, પ્રફુલ પર્વત, સુરેશગીરી, વિપુલગીરી, દિવ્યેશગીરી, પ્રકાશગીરી, અજયવન, ધર્મેન્દ્રગિરી, કૈલાશગીરી, વિજયગીરી, વિશાલગીરી જોડાયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૯)

 

(4:08 pm IST)