રઘુવંશી બાળ-રમત ઉત્સવ
રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી દ્વારા રઘુવંશી બાળકો માટે રમત ઉત્સવ યોજવામાં આવેલ. સંસ્થાના રમણભાઇ કોટક (પ્રમુખ) પ્રફુલભાઇ ચંદારાણા (મેને.ટ્રસ્ટી) છબીલભાઇ નથવાણી (સ્થાપક) એમ.એલ. નથવાણી (ટ્રસ્ટી) અને દિપકભાઇ માણેક (ટ્રસ્ટી)ની સાથોસાથ સંસ્થા પરિવારના મનુભાઇ દત્તા, વિરેન્દ્ર વસંત, કિરીટ કુંડલીયા,નિલેશ જોબનપુત્રા, દિલીપ સુચકની પ્રેરક હાજરી તેમજ કિશોરભાઇ છેલાણી, હિતેષ શીંગાળા(પ્રો. ચેરમેન) યોગેશ કોટક, મનસીબેન શીંગાળા, રોનકબેન પારેખ, પલક શીંગાળા, રશ્મીબેન માણેક, ક્રિષ્નાબેન માણેક અને જાગૃતિબેન ખિમાણીના અથાગ પ્રયત્નથી યોજાયેલ ઉત્સવમાં વિવિધ રમતોના વિજેતાઓને બિરદાવ્યા હતા.ઋષભ ચંદારાણા, હેતાંશી તન્ના, મંથન કટારિયા, સ્વેતા ખિમાણી, વિધિ રાજાણી, હર્ષિલ તન્ના, કુંજ બુદ્ધદેવ, જેસલ નથવાણી, સાક્ષી જોબનપુત્રા, તન્મય પોપટ, જયનામ સુચક, કાવ્યા પંડિત, કર્વી માનસેતા, મિસરી તન્ના, રાધેશ પોપટ અને જીયા સેતા વગેરે વિજેતા બનેલ. એન્ટ્રી ફી લીધા વિના હાજર રહેલ તમામને નાસ્તો-કોલ્ડ્રીંકસ અને વિજેતા તમામ બાળકોને એકસો રૂપિયાની ભેટ આપવામાં આવેલ.