રાજકોટ
News of Monday, 5th February 2018

મેરેથોનમાં ખાનગી શાળાના ૧૦ વિદ્યાર્થીઓ દોડશે : રજીસ્ટ્રેશન

રાજકોટ : મેરેથોન ર૦૧૮ માટે હવે કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે મ્યુનિ. કમિશ્નર બી.એન. પાની અને મેરેથોન રજીસ્ટ્રેશન કમિટીના અધ્યક્ષ ડી.વી. મહેતા દ્વારા તાજેતરમાં રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ એસોસીએશન સાથે મુલાકાત યોજી તેમને મેરેથોન માટે વધારેમાં વધારે રજીસ્ટ્રેશન કરાવવા આવહાન કરાયું હતું જે સંદર્ભે આજરોજ કમિશ્નર બી.એન. પાની, વેસ્ટ ઝોનના ડે. કમિશ્નર શ્રી જાડેજા અને ડી.વી. મહેતાની હાજરીમાં સેન્ટ્રલ ઝોન ઓફીસ ખાતે જીનિયસ ઇગ્લીશ મીડિયમ સ્કુલ જય ઇન્ટરનેશનલ સ્કુલ, ન્યુ એરા સ્કુલ, પંચશીલ સ્કુલ, મહાત્મા ગાંધી સ્કુલ, ધોળકીયા સ્કુલ, ભુષણ સ્કુલ, રમેશભાઇ છાયા, કુંડલીયા કોલેજ, લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ સહિતની શાળાઓના પ્રતિનિધિઓ એ હાજર રહી અંદાજે ૧૦,૦૦૦ થી વધુ રજીસ્ટ્રેશન ફોર્મ કમિશ્નરશ્રીને સબમીટ કર્યા હતા. આ બધી શાળાઓ છેલ્લા એક મહિલા થી રજીસ્ટ્રેશન કરાવવા સખત મહેનત કરી રહી છે. હજુ ઘણી બધી સ્કુલો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાના ચાલુ છે અને આગામી દિવસોમાં આ આઠ વધશે તેવી ખાત્રી મેરેથોન રજીસ્ટ્રેશન કમિટીના અધ્યક્ષ ડી.વી. મહેતા એ વ્યકત કરી હતી.

(4:04 pm IST)