રાજકોટ
News of Wednesday, 5th January 2022

રાજકોટની પી. બી.કોટક ઈંગ્લીશ સ્કૂલમાં કોરોના ઝળક્યો : ધો.૪ના વિદ્યાર્થીના પરિવારમાં કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ ૩ દિવસ બંધ : ઓનલાઇન શિક્ષણ ચાલુ

રાજકોટ :  પી.બી. કોટક ઈંગ્લીશ મીડિયમ સ્કૂલની સવારની પાળીમાં ધો. ૪માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના આખા પરિવારને કોરોના પોઝિટિવ આવ્યો છે તેમ જાણવા મળે છે. જો કે આરોગ્ય વિભાગ એ હજુ કોઈ સત્તાવાર વિગત જાહેર નથી કરી. સવારની સ્કૂલ ૩ દિવસ બંધ કરી દેવાઈ છે. ઓનલાઇન શિક્ષણ ચાલુ રખાયુ છે. વિદ્યાર્થી છેલ્લા કેટલાક દિવસથી ઘેરથી જ ઓનલાઈન અભ્યાસ કરતો હોવાનું પણ જાણવા મળે છે.

(4:40 pm IST)