રાજકોટ
News of Wednesday, 5th January 2022

મનહર પ્લોટ સ્થા. જૈન સંઘના સાધર્મિકોને શિયાળુ ખાદ્યવસ્તુઓનું વિતરણ કરાયું

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી પૂ. નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી : દરેક સાધર્મિકને ખીચડો, સિઝનલ ચિક્કી, ખજૂર અને ખારીસીંગ અપાયેલ

રાજકોટ તા. ૫ : ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના તપોધની તપસમ્રાટ ગુરુવર્ય પૂ.રતિલાલજી મહારાજ સાહેબના કૃપાના કિરણો સદા જેઓ ઉપર વરસી રહેલા છે એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી પૂ.નમ્રમુનિ મ.સા.ની પ્રબળ પ્રેરણા અને કૃપાશિષે શ્રી મનહરપ્લોટ જૈન સંઘના સેવાભાવી શ્રાવક ગુણવંતભાઈ ગાંધી જેઓ જીવદયા અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં નિયમિત દરરોજ વહેલી સવારે કૂતરાઓને દૂધ રોટલીનું ભોજન કબૂતર અને પક્ષીઓને ચણ ગાયો અને અબોલ જીવોને લાડવાના મિષ્ટ ભોજન દ્વારા માનવતાવાદી પ્રેરણાદાયી સેવા પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. દીક્ષાદાનેશ્વરી પૂ.ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા.ની ભાવનાથી શ્રી મનહરપ્લોટ જૈન સંઘના જરૂરિયાતમંદ સાધર્મિક બંધુઓને શિયાળાની ઋતુને અનુરૂપ ખાદ્યવસ્તુઓ કાચો ખીચડો સિઝનલ ચિક્કી ખજૂર અને ખારીસિંગનું વિતરણ સંઘ પ્રમુખ ડોલરભાઈ કોઠારી અને સંઘસેવક પ્રદીપભાઈ મહેતાના હસ્તે કરવામાં આવેલ.

જીવદયાની ઉત્કૃષ્ટ ભાવનાને વરેલ ગુણવંતભાઈ ગાંધીને મેહુલભાઈ શાહ, સાગરભાઈ ત્રિવેદી કાનાભાઈ અને વૈભવીબેન દાવડાનો સેવાના કાર્યમા સુચારુ સથવારો મળી રહ્યો છે તેમ ગુણવંતભાઈ ગાંધીની યાદી જણાવે છે.(

(2:47 pm IST)