રાજકોટ
News of Wednesday, 5th January 2022

અજીબ કિસ્સો... ૪ વર્ષના બાળકે રમતા-રમતા મેટલનો બોલ્ટ નાકની અંદર નાંખી દિધોઃ સફળ સારવાર

ડો. હિમાંશુ ઠકકર દ્વારા દુરબીન વડે આ બોલ્ટને કાઢી આપવામાં આવ્યો

રાજકોટઃ અહિંના વિદ્યાનગર રોડ સ્થિત ડો. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ ખાતે એક અજીબ કેસ નોંધાયો કે જેમાં રાજકોટ ના મનોજ ભાઈ જોશી ના પુત્ર કે જેની ઉંંમર માત્ર ૪ વર્ષ છે મોનીત રમતા રમતા નાકની અંદર મેટલનો બોલ્ટ નાખી દીધો હતો ત્યાર બાદ બોલ્ટ ખુબજ અંદર ફસાઈ જતા અને નાકની અંદરની જગ્યા ખુબજ સાંકડી હોવાથી બોલ્ટ કાઢવો ખુબજ મુશ્કેલ થઈ જાય એવાં સંજોગોમાં ડો. હિમાંશુ ઠક્કરે ખુબજ કુનેહ પૂર્વક દૂરબીન વડે ૪ વર્ષના બાળકના નાકમાં જમણી બાજુ ફસાયેલ મેટલનો બોલ્ટ ગણત્રીની મિનિટો માજ  દૂરબીન વડે કાઢી આપી બાળકને મુસીબત માંથી ઉંગારી લીધો હતો.
આ કેસની વિકટ પરિસ્થિતિએ હતી કે બાળકની ઉંંમર માત્ર ૪ વર્ષ બોલ્ટ ની મોટી સાઇઝ જે નાકના કાણા કરતા પણ વધારે અને કાઢતી વખતે પણ નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા અને જો આ મેટલ નો બોલ્ટ નાક માં પાછળ સરકી ને ગળામાં ઉંતરી જાય તો અન્નનળી કે શ્વાસનળીમાં ફસાઈ જાય તો જીવનું જોખમ ઉંભુ થાય આ સર્વ વિકટ પરિસ્થિતિમાં પણ ડાૅ હિમાંશુ ઠક્કરે ખુબજ કાળજી પૂર્વક મેટલનો બોલ્ટ નાકમાંથી કાઢી આપ્યો હતો.
 ડો. ઠક્કરે આ અગાઉં પણ અનેક સફળ ઓપરેશન કરી અનેક માસૂમ બાળકોને નવજીવન આપ્યું છે આ તબક્કે મોનીતના પિતા મનોજભાઈ જોશી એ ડાૅ હિમાંશુ ઠક્કરનો હ્દય પૂર્વક આભાર માન્યો હતો કે સમયસરની સારવારથી તેમનો પુત્ર  મોનિત યાતનામુક્ત થયો હતો.
ઉંલ્લેખનીય ઠક્કર હોસ્પિટમાં આધુનિક સાધનોથી  કાન નાક ગળાના તમામ રોગોનું નિદાન તથા સારવાર કરી આપવામાં આવે છે હોસ્પટલનું સરનામુંઃ ડો. ઠક્કરની દાત તથા  કાન નાક ગળાની હોસ્પિટલ, ૨૦૨ - લાઈફ લાઈન બિલ્ડિંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ  મો. ૭૯૯૦૧ ૫૩૭૯૩

 

(4:09 pm IST)