રાજકોટ
News of Tuesday, 5th January 2021

ભારતના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ બે કોરોના વેકસીન સીરમ ઇન્સ્ટીટ્યુટની કોવીડશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેકસીનને ઇમરજન્સી ઉપયોગને મંજુરી આપી છે. સાથે જ ચર્ચા ચાલુ થઇ છે કે પ્રભોવોત્પાદકતાના ડેટા વિના મંજુરી કેમ અપાઇ છે.

શું ફેઝના ત્રણ ટ્રાયલના અંતિમ આંકડા આવતા સુધી વેકસીનને મંજુરી ન આપવી જોઇએ ? : શું રસીના પ્રભાવ અને સુરક્ષાના બદલે શું તેને દેશની શાન સાથે જોડવામાં આવી રહ્યું છે ? :  વેકસીન ઉપર સવાલના કારણે શું દેશની વૈજ્ઞાનિક ક્ષમતાને ઓછી આંકવાની માનસીકતા છે ? : હજુ તો ખૂબ સીમીત ઉપયોગ માટે મંજુરી મળી છે. તેનાથી શું સમસ્યા થઇ શકે છે ? :  શું આ ભારતની આખી રેગુલેટરી પ્રક્રીયા ઉપર જ સવાલ ઉઠાવવાની કોશીશ નથી ?

સવાલ પુછવો વિજ્ઞાનનો મુળ આધાર

* હજુ નિર્ણય પ્રક્રીયા અસ્પષ્ટ, પારદર્શકતા જરૂરી

કોઇ પણ રસીને મંજુરી આપતા પહેલા તેનો પ્રભાવ જાણવો જરૂરી છે. જો આંકડાના આધારે મંજુરી અપાઇ હોય તો તે લોકો સામે મુકવા જોઇએ. હાલ આ નિર્ણય પ્રકિયા ખૂબ સ્પષ્ટ છે. વૈશ્ચિક સ્તરે અપનાવેલ શ્રેષ્ઠ પ્રકીયાનું પાલન આપણે કઇ રીતે કર્યું તે લોકોને જણાવી તેની ચિંતા દુર કરવી જોઇએ

* ફેઝ-૩ના આંકડાઓ ઉપર સવાલ

ભારતના જેનરીક દવા ઉદ્યોગ વિશ્વના બીજા ભાગો માટે પણ દવા અને રસી બનાવે છે. આ દેશ માટે ગર્વની વાત છે. પણ કોઇ દવા કે રસી લગાવવાનો આધાર એ જ છે કે તે કેટલુ સુરક્ષીત છે અને આપણી પાસે શું પુરાવા છે. કંપની કોઇ અન્ય દેશમાં રસી લઇ જશે. ફ્રેઝ-૩ના આંકડાઓ ઉપર ત્યારે પણ સવાલ ઉઠશે.

* સવાલ મંજુરીની પ્રક્રીયાને લઇને જ

ચિંતાનું કારણ વ્યાજબી છે. સવાલ રસી ઉપર કે ભારતીય વિજ્ઞાન ઉપર નહીં પણ મંજુરીની પ્રક્રીયા ઉપર છે. પુછવામાં આવી રહ્યું છે કે મંજુરીનો આધાર શું હતો. લોકોની શંકા દુર થશે તો તેઓ ખુલીને સામે આવશે અને રસીકરણ પ્રક્રીયામાં ભાગ લેશે. જણાવો તો ખરા કે કલીનીકલ ટ્રાયલ મોડ શું છે અને પ્રક્રીયા શું રહેશે.

* ઇમરજન્સીમાં જરૂરત વધુ પારદર્શીતાની

ઇમરજન્સીનો અર્થ છે કે તમારે નિર્ણય જલ્દી લેવાના છે. પણ એ નહી કે તમે વિજ્ઞાનના મુળ આધારને જ બદલી નાખો. ઇમરજન્સીમાં તમારે જનતાનો વિશ્વાસ જીતવો વધુ જરૂરી હોય છે. વધુ પારદર્શીતાની જરૂર હોય છે.ઘણા મામલાઓમાં મંજુરી દરમિયાન વિશેષજ્ઞ સમિતિની બેઠકોનું લાઇવ ટેલીકાસ્ટ કરાયું છે.

* સવાલ પુછવાથી પ્રક્રીયા મજબુત થાય છે

રેગુલેટરનું કામ પણ એ જ છે અને અમે પણ ઇચ્છીએ છીએ કે જે પણ નિર્ણય થાય તે તથ્યો આધારીત હોય અને લોક સ્વાસ્થ્યના આટલા ગંભીર મુદ્દા ઉપર બધાને પૂર્ણ રીતે સંતુષ્ઠ કરી શકાય. સવાલ પુછવો કદી ખોટુ ન હોય શકે. વિજ્ઞાનનો એક આધાર જ સવાલ પુછવો છે. સવાલ પુછવાથી આખી પ્રક્રીયા મજબુત થાય છે.

અનંત ભાન

(બાયો એથીકસ તજજ્ઞ)

અમે દરેક સ્તરે ખરા, એટલે જ મંજુરી મળી

* સ્વીકૃતિ સીડી એસસીઓ મુજબ

આ નિયમન તો અમે બનાવ્યા છે ન હમણા બન્યા છે. કેન્દ્રીય ઓષધી માનક અને નિયંત્રણ સંગઠન (સીડીએસસીઓ)ના ગેઝેટ અધિસુચના જોવી જોઇએ. તેમાં ચોખ્ખુ કહેવાયું છે કે જો આ સુરક્ષીત હોય, તેના પ્લેટફોર્મની ટેકનીક પ્રમાણીત હોય, ઇમ્યેનોજોનેસીટીના આંકડા ઠીક હોય તો તેને ઇમરજન્સી લાઇસન્સ આપી શકે છે.

* યુકેમાં ભુલ ઉપર ચુપ, ભારતીય કંપની ઉપર સવાલ

હું તો રાષ્ટ્રવાદની વાત નથી કરી રહ્યો. હું તો વૈશ્વિક સ્વાસ્થની વાત કરૃં છું. એ સાચુ છે કે જ્યારે યુકેમાં ટ્રાયલ દરમિયાન જણાવાયેલ ડોઝથી અલગ ડોઝ લોકોને અપાય છે. ત્યારે લોકો ચુપ રહે છે. તેને ઇમાનદારીમાં થયેલ ભુલ કહી દે છે. પણ ભારતીય કંપની ઉપર આટલા પ્રકારના સવાલ ઉઠે છે. અમારી રસી તો દુનિયાભરના દેશોમાં જાય છે.

* કોઇ પાર્ટીથી સંબંધ નહીં, વિજ્ઞાન જ જીવન

હું તો ફકત વિજ્ઞાન જાણુ છું. વિજ્ઞાન માટે જીવું છુ અને તે જ મારી જીંદગી છે. મારા પરિવારના કોઇ સભ્યનો કોઇ પક્ષથી સંબંધ નથી એવુ નથી કે રસીને લઇને અમારો અનુભવ નથી. દુનિયાના ડઝનો દેશોમાં ૩ અરબથી વધુ રસી સપ્લાઇ કરી ચુકયા છીએ.

* પુરી પારદર્શીતા, ૧૨ દેશોમાં કલીનીકલ ટ્રાયલ

ઇમરજન્સીમાં આવા પગલા પહેલીવાર નથી લેવાયા. સ્વાઇન ફલુ અને ઇબોલાના સમયમાં પણ એફિકેસી ટ્રાયલ ન કરાયેલ. નિયમ તેની પરવાનગી આપે  છે. લોકો કહે છે કે અમે પારદર્શીતા નથી રાખી રહ્યા, જ્યારે અમે બધા આંકડા રજુ કર્યા છે. ટોપ સાઇન્ટીફીક જર્નલમાં તે પ્રકાશીત થયા છે. અમે ૧૨ દેશોમાં કલીનીકલ ટ્રાયલ કરી રહ્યા છીએ.

* પાંચ સ્તરે કોવૈકસીનને આંકવામાં આવી

કોવૈકસીનને પાંચ સ્તરે આંકવામાં આવ્યા બાદ સીમીત મંજુરી મળી છે. ટોકસીકોલોજી અને ઇમ્યુનોલોજી ઉપર પરખ કરાઇ છે. પેપર પ્રકાશીત થયા છે. લાઇવ વાયરસ ચેલેન્જ પુરી કરાઇ છે. અમે કો-વૈકસીન માટે ઘણી સરકારી એજન્સીની સાથે ભાગીદારી કરી રહ્યા છે અને અમને તેનો ગર્વ છે. (૨૨)

કૃષ્ણા એલા

(એમડી -ભારત બાયોટેક)

(4:00 pm IST)