રાજકોટ
News of Saturday, 5th January 2019

પી.પી.પી. યોજનાઓમાં ઢીલાશથી 'કમીટી' શંકાના દાયરામાં

અગાઉ ઘનશ્યામનગર-સામાકાંઠા વિસ્તારની ઝુપડપટ્ટીમાં પી.પી.પી. આવાસ યોજનાઓની ફાઇલો અભેરાઇએઃ રેસકોર્ષ રીંગ રોડની લગડી જમીનમાં ત્રણ બિલ્ડરોએ ભાવ ભર્યા પરંતુ મંજૂરીમાં અસહ્ય ઢીલથી અનેક તર્કવિતર્કો

રાજકોટ, તા. ૫ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરની વિવિધ ઝુપડપટ્ટીઓમાં પી.પી.પી. આવાસ યોજનાઓના નિર્માણ માટે છેલ્લા બે વર્ષથી એકાએક અસહ્ય ઢીલાશ થવા માંડતા આ બાબતે પ્રજામાં અનેક તર્કવિતર્કો થવા લાગ્યા છે અને આ માટે સરકાર દ્વારા નિયુકત કરાયેલ 'કમીટી' પણ શંકાના દાયરામાં આવી ગયાની ચર્ચાએ જોર પકડયુ છે.

આ અંગે લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનોમાં થયેલી ઝૂપડપટ્ટીઓ દૂર કરીને ઝૂપડાવાસીઓને તે જ સ્થળે પાકા બાંધકામવાળા ફલેટ નિઃશુલ્ક ધોરણે આપવાની પી.પી.પી. આવાસ યોજનાની અમલવારી મ્યુ. કોર્પોરેશન મારફત શરૂ કરાવી છે. જે અંતર્ગત રાજકોટમાં સૌ પ્રથમ રૈયાધાર પી.પી.પી. આવાસ યોજના સાકાર થઈ ગઈ છે.

આ યોજના અંતર્ગત જે તે ઝૂપડપટ્ટીની સરકારી જમીનને વેચવામાં આવે છે. આ માટે ટેન્ડર પ્રક્રિયા છે અને જે બિલ્ડર ઉંચા ભાવે આ જમીન ખરીદવા તૈયાર થાય તે બિલ્ડરને ઝુપડપટ્ટી સહિતનો જમીનનો કબ્જો વહીવટી તંત્ર દ્વારા સોંપી દેવાય છે અને ટેન્ડરની શરત મૂજબ બિલ્ડરે ઝુંપડા વાસીઓ સાથે વાટાઘાટો કહીને તેઓના ઝુંપડા કે કાચા પાકા મકાનો ખાલી કરાવવાના રહે છે અને ત્યાર બાદ ડિમોલેશન કરી અને કો.જ સ્થળએ ઝુપડાવાસીઓ માટેના ફલેટ બિલ્ડરે બનાવી આપવાના રહે છે ફલેટ બને ત્યાં સુધી અન્યત્ર રહેવા માટે ઝુપડાવાસીઓને ભાડુ પણ બિલ્ડરેજ આપવાનુ રહે છે આમ ઝુંપડ પટ્ટીના સ્થળે હાઇરાઇઝડ ફલેટની પી.પી.પી. આવાસ યોજના સાકાર થાય છે અને બાકીની ખૂલ્લિ જગ્યા બિલ્ડરને મળે છે

રાજકોટ કોર્પોરેશનને આ પ્રકારે રૈયા ધાર ઉપરાંત મવડી ભારતનગરમાં પણ પી.પી.પી. આવાસ યોજના બનાવી છે.

નોંધનિય છે કે પી.પી.પી.આવાસ યોજના કઇ સરકારી જમીનની ઝુંપડપટ્ટીમાં બનાવવી તેનો નિર્ણય કરવા માટે રાજય સરકારે ખાસ કમીટી બનાવી છે. આ કમિટીમાં કલેકટર શ્રી, મ્યુ.કમ્શિનરશ્રી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, ટી.પી.ઓ, બિલ્ડર એસો.ના પ્રમુખ કોઇ એક સામાજીક સંસ્થાના પ્રમુખ વગેરેને હોદ્દાની રૂએ સભ્યપદ લખ્યુ છે.

આ સરકાર નિયુકત કમીટીએ અગાઉ ઘનશ્યામનગર (કોઠારીયા રોડ) તથા સામાકાંઠે જય જવાન જય કિશાન સોસાયટી પાસેથી ઝૂપડપટ્ટીઓનો પી.પી.પી. આવાસ યોજનામાં સમાવેશ કર્યો હતો પરંતુ બન્ને ઝૂપડપટ્ટીના રહેવાસીઓએ વિરોધ કરતા આ અંગેની ફાઈલો અભેરાઈએ ચડાવી દેવાય છે.

ત્યાર બાદ લાંબા સમય સુધી 'કમીટી'ની બેઠક મળી નહી. મહિનાઓ પછી કાલાવડ રોડ, અમીન માર્ગને લાગુ લગડી જમીનની હીંગળાજનગર ઝૂપડપટ્ટીમાં બે ભાગ પાડીને પી.પી.પી. આવાસ યોજના માટે જમીનો વેંચી ત્યાર પછી અંદાજે ૮ મહિના બાદ તાજેતરમાં એકાએક પી.પી.પી. આવાસની કમીટી મળી અને રેસકોર્ષ રીંગ રોડ પર બાવળિયાપરાની ઝૂપડપટ્ટીની લગડી જમીન વેચવા નિર્ણય લીધો. જેમાં પ્રથમ પ્રયાસમાં કોઈના ટેન્ડર આવ્યા નહીં અને રિ-ટેન્ડર કરાયુ. જેમાં રાજકોટના બે બિલ્ડરો અને અમદાવાદના એક બિલ્ડરે એમ ત્રણ ટેન્ડર આવ્યા છે, પરંતુ આ ટેન્ડરની મંજુરીમાં પણ કમીટી અસહ્ય ઢીલાશ રાખતી હોય આ બાબતે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.(૨-

(3:23 pm IST)