રાજકોટ
News of Saturday, 5th January 2019

વસુલાતની વિજળી ગાજી પણ વરસી નહિ

કોઠારીયા - વાવડીમાં કરોડોની વસુલાત સામે માંડ ૪૮ લાખ વસુલાયા

સેન્ટ્રલ ઝોનમાં ૬ વેસ્ટ ઝોનમાં ૨ તથા ઇસ્ટ ઝોનમાં ૧ મિલ્કત સીલ : જુના રાજકોટમાં ૩૩ લાખની આવક

રાજકોટ તા. ૩ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ હેઠળ હવે કોઠારીયા અને વાવડીના ઉદ્યોગપતિઓના કારખાનાઓને સીલ કરવાની ઝુંબેશની કાર્યવાહી હાથ ધરતા વોર્ડ નં. ૧૮માં ૧ મિલ્કત સીલ કરવામાં આવી હતી. જયારે ૩૩ લાખની આવક થવા પામી છે. વોર્ડ નં.૧૨માં ર મિલ્કત સીલ કરી રૂ. ૧૫.૨૮ લાખની વેરા વસુલાત થઇ હતી. સેન્ટ્રલ ઝોન દ્વારા ૬ મિલ્કત સીલ કરવામાં આવી હતી. આ ઝોનમાં ૪.૫૦ લાખની આવક થવા પામી છે.

આ અંગે કોપોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ૩ ઝોનની   વેરા  શાખા દ્વારા આજે અમદાવાદ હાઇવે, કાઠારીયા, શ્વાતી પાર્ક,  વિસાણી અધાટ, ટાગોર રોડ, કેનાર રોડ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ, અટીકા તથા વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારમાં ૭૧ મિલકતોના બાકી વેરા વસુલાત માટે કાર્યવાહી કરતા કુલ ૪  મિલ્કત સીલ કરેલ હતી. આજે ત્રણેય ઝોનમાં કુલ રૂ. ૫૩ લાખની વસુલાત થવા પામી હતી.

(4:02 pm IST)