કમલેશ મિરાણીને જન્મદિનની શુભેચ્છા પાઠવતા આગેવાનો- કાર્યકરો
રાજકોટઃ શહેર ભાજપના તરવરીયા અધ્યક્ષ કમલેશ મિરાણીનો જન્મદિવસ હોય આજે વહેલી સવારથી શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેરના વિવિધ વોર્ડમાંથી કાર્યકર્તાઓ, શુભેચ્છકો, વિવિધ ક્ષેત્રના રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, મીડીયા જગતના અગ્રણીઓ તેમજ આગેવાનો શુભેચ્છા પાઠવવા આવી રહ્યા છે. ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, ડો.પ્રદિપ ડવ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ડો.દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, સુરેન્દ્રસિંહ વાળા, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, જયોત્સનાબેન હળવદીયા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, પ્રવિણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, જયંતભાઈ ઠાકર, રાજન ઠકકર, પી.નલારીયન, ચેતન રાવલ, રાજ ધામલીયા, વિજય મેર તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે તમામ વોર્ડમાંથી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છા મળી રહી છે.