News of Saturday, 4th December 2021
ગઇકાલે કોરોનાના ૨ કેસ સાથે ૧૧ દર્દીઓ સારવારમાં
રાજકોટ : શહેરમાં આજે બપોર સુધીમાં શુન્ય કેસ નોંધાયો છે. ગઇકાલે સાંજે મુંબઇથી પરત આવેલ અને રૈયા રોડ વિસ્તારમાં વોર્ડ નં.૯માં રહેતા ૮૪ વર્ષીય પુરૂષ અને સરદારનગરમાં રહેતા ૪૪ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ બન્ને દર્દીઓએ વેકિશન લીધી નથીઃ દર્દીઓનાં પરિવારજનોના કોરોના ટેસ્ટ કરાયાઃ ગઇકાલે ૧૫૯૪ લોકોના ટેસ્ટ થયાઃ શહેરમાં આજ દિન સુધીમાં કુલ આંક ૪૨,૮૮૩એ પહોંચ્યો છે. આજ દિન સુધીમાં ૪૨,૪૧૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયો. હાલમાં ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે.
(2:57 pm IST)