રાજકોટ
News of Saturday, 4th December 2021

સતત બીજી ટર્મમાં શહેર ભાજપ પ્રમુખનું પદ શોભાવતા કમલેશ મિરાણીનો જન્મદિવસ

રાજકોટ,તા. ૪ : શહેર ભાજપના તરવરીયા અધ્યક્ષ કમલેશ મિરાણીનો આજે જન્મદિવસ છે. સતત ૩ ટર્મ ભાજપના કોર્પોરેટર તરીકે ચુંટાઇ નગરસેવકની જવાબદારી સંભાળેલ નાની ઉંમરે સામાજીક કાર્યકર તરીકે કારર્કિદીની શરૂઆત સાથે રઘુવંશી આગેવાન તરીકે પણ કાર્યરત છે. અને જલારામ મહોત્સવ સમિતિના માર્ગદર્શન તરીકે પણ એક દાર્શનીક ભુમિકા નિભાવે છે.

લગભગ ૩ દાયકાથી પણ વધારે રાજકીય ક્ષેત્રે સક્રિયતા સાથે ભારતીય જનતા પાર્ટીના ભગવા રંગે રંગાયેલા શ્રી કમલેશભાઇ રામ જન્મભૂમિ આંદોલનમાં પણ ૨ વખત 'કારસેવક' તરીકે જોડાયા હતા. ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા તરીકે નેતૃત્વની શરૂઆત સાથે ભાજપના એ સંઘર્ષકાળમાં યુવા મોરચાના ઉપપ્રમુખ અને ત્યારબાદ પ્રમુખ તરીકેની જવાબદારી દરમ્યાન યુવાનોના એક આદર્શ નેતા તરીકે પ્રસ્થાપિત થાય ત્યારબાદ શહેર ભાજપના મંત્રી, મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ સતત બીજી ટર્મમાં હાલ શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી બીન વિવાદસ્પદ રહી છે.

કોર્પોરેશનમાં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તેમજ એસ.ટી.બોર્ડ અને કેન્દ્રની ટેલીફોન એડવાઇઝરી કમિટિના સભ્ય તરીકે તેમનો ફાળો રાજકોટના વિકાસમાં નોંધપાત્ર રહ્યો છે. રૈયા નગરપાલિકાથી રાજકોટ મહાનગરપાલિકાની એમની સફળ એક જવાબદાર અને કર્મનિષ્ઠ રાજકારણી અને સમાજસેવકની રહે છે. નવ વિકસીત રાજકોટ અને ન્યુ રાજકોટના વિકાસના વિઝનમાં એમના નેતૃત્વનું અનેરૃં યોગદાન રહ્યુ છે.

ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીને તેમના જન્મદિવસે મો. ૯૭૧૪૭ ૦૭૧૧૩ ઉપર ઠેરઠેરથી શુભેચ્છા  મળી રહી છે. 

(2:18 pm IST)