શહેર યુવા ભાજપ ઉપપ્રમુખપદે પ્રવિણભાઈ સેગલીયાની નિમણુંક
રાજકોટ,તા.૪: આહિર સમાજનાં યુવા અગ્રણી અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ પ્રવિણભાઈ સેગલીયાની રાજકોટ યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે વરણી થયેલ છે.
તેઓ આહિર સમાજ વૈચારીક ક્રાન્તી ગ્રુપ રાજકોટ- પશ્ચિમ ઝોનનાં કન્વીનરની જવાબદારી નીભાવી રહ્યા છે. તાલુકા યુવા ભાજપ તરીકે પણ સેવા આપેલ છે, અલખધણી અન્નક્ષેત્ર અને ગૌ- સેવા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ છે, આહિર બોર્ડિગમાં કારોબારી સભ્ય છે, આહરી શૌર્ય દિવસ સમીતીનાં તેઓ કમીટી મેમ્બર છે, રાજકોટ સાયકલ કલબનાં મેમ્બર છે અને આર.એસ.એસ. સાથે પણ જોડાયેલ છે.તેમના પિતાશ્રી ભુપતભાઈ સેગલીયા પણ જાહેર જીવન સાથે સંકળાયેલ છે. તેમના પિતાના પગલે આગળ વધી રહ્યા છે. તેઓએ કોરોનાકાળમાં કરેલ સેવાકીય કામગીરી તથા સંગઠનની કામગીરીને ધ્યાને લઈ પક્ષ તરફથી તેઓની રાજકોટ શહેર યુવા ભાજપમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોપવામાં આવેલ છે. જે બદલ ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.